Weather Forecast: ફેબ્રુઆરીમાં મળશે ઠંડીથી રાહત, આ સ્થળોએ વરસાદ થશે
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનમાં વધારો શરૂ થઈ ગયો છે. સોમવારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં દિવસમાં આસમાન સાફ દેખાયું છે અને હળવો ધૂપ પણ ખિલ્યો છે. પંજાબ, દક્ષિણી જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના દક્ષિણી ભાગોમાં કેટલાક સ્થળો પર મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યો છે. જ્યારે આગલા 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ જ્યારે આસામ અને નાગાલેન્ડમાં એક-બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. દક્ષિણી ઓરિસ્સા અને ઉત્તરી આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળો વાદળની ગર્જના સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે.

ચક્રવાતી હવાઓ
દક્ષિણી મહારાષ્ટ્ર અને તેની આજુબાજુના ઉત્તરી કર્ણાટકના ભાગો પર ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. જેને પગલે સોમવારે દક્ષિણી ઓરિસ્સા, દક્ષિણી છત્તીસગઢ, વિદર્ભ, પૂર્વી મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં વાદળ છવાયેલાં રહેશે. આ દરમિયાન આ સ્થળો પર વરસાદ થવાની પણ સંભાવના છે. મધ્ય ભારતમાં દિવસે ધૂપ ખિલેલી રહેશે પરંતુ રાત્રે તાપમાન સામાન્યથી નીચે પહોંચતા જ હવામાન ઠંડુ રહેશે. આ ઉપરાંત ઉત્તરી ઓરિસ્સા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વાતાવરણ શુષ્ક રહેશે પરંતુ આ ભાગોમાં સાંજના સમયે ધુમ્મસ છવાયેલો રહી શકે છે.

વરસાદ અને હિમવર્ષા
મોસમ સાથે જોડાયેલી જાણકારી આપનાર વેબસાઈટ સ્કાઈમેટ મુજબ પાછલા 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશ અને તેની આજુબાજુના ઉપરી આસામમાં કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક બે સ્થળો પર હળવો વરસાદ અને હિમપાત જોવા મળ્યો છે. ઉત્તરી આંધ્રપ્રદેશમાં કેટલાક સ્થળો, તેલંગાણા, ઓરિસ્સા, કેરળ અને લક્ષદ્વીપમાં એક બે સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ થયો છે.

હળવાથી મધ્યમ ધુમ્મસ
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેટલાક સ્થળોએ 24 કલાક દરમિયાન હવામાન ધુમ્મસને અનુકૂળ રહેશે. પૂર્વોત્તર રાજ્યોમાં પણ એક બે સ્થળો પર હળવાથી મધ્યમ ધુમ્મસના આસાર છે. ગંગાના મેદાની વિસ્તારોમાં ચાલી રહેલ ઠંડી ઉત્તર-પશ્ચિમી હવાઓની અસર બની રહેશે. જેનાથી ન્યૂનતમ તાપમાન સામાન્યથી નીચે બન્યું રહેશે.
Coronavirus: ખતરનાક થયો ચીનનો વાયરસ, ભારતે હેલ્પલાઈન નંબર અને એડવાઈઝરી જાહેર કરી