For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીકરમાં -1.8 ડિગ્રીએ પહોંચ્યો પારો, આ સ્થળોએ થઈ શકે છે વરસાદ

ઉત્તર ભારતમાં તાપમાનમાં પહેલાની સરખામણીમાં વધારો જોવા મળ્યો છે પરંતુ શીત લહેર હજુ પણ યથાવત છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર ભારતમાં તાપમાનમાં પહેલાની સરખામણીમાં વધારો જોવા મળ્યો છે પરંતુ શીત લહેર હજુ પણ યથાવત છે. રાજધાની દિલ્લીમાં શનિવારે સવારે 7.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યુ છે. વળી, રાજસ્થાનના મોટાભાગના સ્થળો ઠંડીની ચપેટમાં છે. અહીં અનેક સ્થળોએ ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈ રાતે માઉન્ટ આબૂમાં તાપમાન -3.0 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયુ. સીકરના ફતેહપુરમાં તાપમાન -1.8 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યુ છે.

આ સ્થળોએ હળવા વરસાદનુ અનુમાન

આ સ્થળોએ હળવા વરસાદનુ અનુમાન

ઉત્તર ભારતના પર્વતીય સ્થળોએ રવિવાર અને સોમવારે વરસાદ થઈ શકે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અમુક સ્થળોએ 12 અને 13 જાન્યુઆરીના રોજ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના એક અધિકારીનુ કહેવુ છે કે દિલ્લીમાં અમુક સ્થળોએ ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે.

છેલ્લા 24 કલાક કેવુ રહ્યુ હવામાન

છેલ્લા 24 કલાક કેવુ રહ્યુ હવામાન

હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાઈમેટના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન કોલકત્તા સહિત ગંગીય પશ્ચિમ બંગાળના અમુક ભાગો સાથે ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. બિહાર, ઝારખંડ, અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અમુક ભાગોમાં હળવો વરસાદ જોવા મળ્યો. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 4-6 ડિગ્રી અને રાજસ્થાન, દિલ્લી, બિહાર અને ઝારખંડમાં 2-3 ડિગ્રી સુધી ઘટી ગયુ. ઉત્તરી રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ઘણા ભાગોમાં હિમ જોવા મળ્યો. હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનના અમુક ભાગોમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી.

આગામી 24 કલાક દરમિયાન સંભવિત હવામાન

આગામી 24 કલાક દરમિયાન સંભવિત હવામાન

આગામી 24 કલાક દરમિયાન તટીય આંધ્રપ્રદેશના અમુક ભાગો, તટીય ઓડિશા અને અરુણાચલ પ્રદેશના એક કે બે ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ભારતના બાકીના ભાગોમાં હવામાન સૂકુ રહી શકે છે. હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનના ભાગોમાં આગામી 24 કલાક સુધી શીત લહેરની સ્થિતિ રહી શકે છે. દેશના પૂર્વ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે પરંતુ ઉત્તર પશ્ચિમી મેદાની વિસ્તારોમાં સામાન્ય વૃદ્ધિ થશે. પશ્ચિમ અને દક્ષિણ પંજાબના ઘણા ભાગો, હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનના અમુક ભાગોમાં હિમ પડવાની સંભાવના છે. દિલ્લીના મોટાભાગના સ્થળોમાં પ્રદૂષણ મધ્યમ શ્રેણીમાં રહેશે.

આ પણ વાંચોઃ કોલકત્તામાં આજે મંચ શેર કરી શકે છે પીએમ મોદી અને મમતા બેનર્જીઆ પણ વાંચોઃ કોલકત્તામાં આજે મંચ શેર કરી શકે છે પીએમ મોદી અને મમતા બેનર્જી

English summary
weather forecast of different states of country, delhi ncr by IMD and Skymate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X