For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: ગરમીનો કહેર શરૂ, મુંબઈમાં પારો 38ની ડિગ્રીને પાર

ગરમી શરૂ થથા જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગરમીએ પોતાનો કહેર વરસાવવાનુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ગરમી શરૂ થથા જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગરમીએ પોતાનો કહેર વરસાવવાનુ શરૂ કરી દીધુ છે. શુક્રવારે મુંબઈનુ તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યુ. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે શનિવારે પણ શહેરનુ તાપમાન પોતાના ઉચ્ચ સ્તરે રહેશે. ગુરુવારના દિવસે પણ મુંબઈવાસીઓને ભયાનક ગરમીનો સામનો કરવો પડ્યો હતો. સતત ત્રીજા દિવસે શહેરનુ તાપમાન પોતાના ઉચ્ચતમ સ્તરે જળવાઈ રહેશે. સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્ર મુંબઈના રિપોર્ટ અનુસાર શુક્રવારે શહેરમાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ.

heat

મુંબઈના સાંતાક્રૂઝ સ્ટેશન પર પારો 38.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો જ્યારે કોલાબા સ્ટેશન પર શહેરનુ મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. વળી, શુક્રવારે ઠાણેનુ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયલ નોંધવામાં આવ્યુ. મુંબઈ હવામાન વિભાગના પ્રમુખ કેએસ હોશાલિકરે એક ટ્વિટના માધ્યમથી મહારાષ્ટ્રના અલગ અલગ 2 શહેરો પર તાપમાનની માહિતી આપી. તેમના ટવિટ અનુસાર વિદર્ભનુ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ જયારે ઔરંગાબાદનુ તાપમાન 36.2 ડિગ્રી નોંધાયુ. આ ઉપરાંત પૂણેનુ તાપમન 36.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ.

ટવિટ અનુસાર માલેગાંવ, સાંગી, જાલના, નાસિક, જલગાંવ અને સતારાનુ તાપમાન ક્રમશઃ 37.6, 36.2, 35.6, 36.3, 38.5 અને 35.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. આ દરમિયાન શહેરમાં ઉમસ ભરેલ માહોલ વચ્ચે દાદરના શિવાજી પાર્ક મેદાનમાં બાળકોએ ક્રિકેટનો ખૂબ અભ્યાસ કર્યો. તેમના ખેલના જૂનુન પર ગરમીની કોઈ અસર દેખાઈ નહિ. મુંબઈમાં છેલ્લા અમુક વર્ષોથી ગરમીમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. વર્તમાન સમયની વાત કરીએ તો મુંબઈમાં હાલમાં આકાશ સ્વચ્છ છે. હળવા પવન સાથે વાતાવરણમાં થોડો ભેજ છે. જો છેલ્લા એક દશકની વાત કરીએ તો આ માર્ચની આઠ તારીખે માર્ચ મહિનાનુ સર્વાધિક તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ.

NASAના રોવરે મંગળ ગ્રહ પર કરી 33 મિનિટની ડ્રાઈવ, જુઓ વીડિયોNASAના રોવરે મંગળ ગ્રહ પર કરી 33 મિનિટની ડ્રાઈવ, જુઓ વીડિયો

English summary
Weather: Heat wave begins, mercury in Mumbai crossed 38 degrees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X