Weather Update: ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની સંભાવના, આ જગ્યાએ પારો શૂન્યથી નીચે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અમુક સ્થળોએ સામાન્ય વરસાદની સંભાવના છે. અહીં જાણો હવામાન અપડેટ.

Weather Update: રાજધાની દિલ્લીમાં ઠંડા પવનોના કારણે બુધવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રી સેલ્સિયસ ઓછુ નોંધવામાં આવ્યુ હતુ. દિલ્લીમાં મહત્તમ પારો 21.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ રાજધાનીમાં ઠંડા પવનો ફૂંકાતા રહેશે. જો કે ધૂમ્મસથી રાહતના અણસાર છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ગુરુવારે આકાશ મુખ્યત્વે સાફ રહેવાનુ અનુમાન છે. જ્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ક્રમશઃ નવ અને 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે.

સામાન્ય વરસાદ થવાની સંભાવના

સામાન્ય વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ફેબ્રુઆરીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. વળી, કોલ્ડવેવની પણ સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આઈએમડીના મહાનિર્દેશક એમ. મહાપાત્રાએ કહ્યુ કે પૂર્વોત્તર અને તેની પાસેના પૂર્વ ભાગને છોડીને દેશના મોટાભાગના હિસ્સાઓમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી લઈને તેનાથી નીચે રહેવાની સંભાવના છે. ફેબ્રુઆરી દરમિયાન દ્વીપકલ્પીય ભારતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની સંભાવના છે.

મધ્યમ સ્તરના હિમસ્ખલનની ચેતવણી

મધ્યમ સ્તરના હિમસ્ખલનની ચેતવણી

જમ્મુ કાશ્મીરમાં ઘાટીમાં હાલમાં થયેલી હિમવર્ષાને પગલે બુધવારે ચાર જિલ્લાઓમાં મધ્યમ સ્તરના હિમસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આગલા 24 કલાકમાં બારામૂલા, ગાંદેરબલ, કૂપવાડા, બાંદીપોરામાં 2400 મીટરની ઉંચાઈથી ઉપર મધ્યમ સ્તરનુ હિમસ્ખલ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમસ્ખલનની સંભાવના છે.

કડકડતી ઠંડી અને ધૂમ્મસ

કડકડતી ઠંડી અને ધૂમ્મસ

પંજાબ અને હરિયાણામાં કડકડતી ઠંડી સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો. અમુક ભાગોમાં ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબના ફિરોઝપુરમાં લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી, અમૃતસરમાં 5.3 ડિગ્રી, પઠાનકોટમાં 6.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ. વળી, હરિયાણામાં પણ ભીષણ ઠંડી પડી રહી છે. હરિયાણાના સિરસામાં લઘુત્તમ તાપમાન 5.4 ડિગ્રી, કરનાલમાં 7.2 ડિગ્રી, હિસારમાં 7.9 ડિગ્રી નોંધવામાં આવ્યુ.

માઉન્ટ આબૂમાં પારો શૂન્યથી નીચે

માઉન્ટ આબૂમાં પારો શૂન્યથી નીચે

ઉત્તરમાં હિમવર્ષા અને ઠંડા પવનોના કારણે રાજસ્થાનમાં ઠાર પડી રહ્યો છે. જો કે, હવામાન વિભાગે આગલા ચાર દિવસ હવામાન સાફ રહેવા અને રાતના તાપમાનમાં કમીનુ પૂર્વાનુમાન વ્યક્ત કર્યુ છે. બુધવારે અજમેર, ઉદયપુર બાડમેર, જોધપુર સહિત ઘણા શહેરોમાં તાપમાન છ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયુ હતુ. માઉન્ટ આબૂમાં તાપમાન શૂન્યથી નીચે નોંધવામાં આવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X