For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: દિલ્લી-NCRમાં આવશે ધૂળ ભરેલી આંધી, 6 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, આપ્યુ ઓરેન્જ એલર્ટ

દેશમાં ઘણી જગ્યાઓએ આંધી-વરસાદના અણસાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં ઘણી જગ્યાઓએ આંધી-વરસાદના અણસાર છે. રાજધાની દિલ્લીમાં હોળીના બીજા દિવસે ધૂળ ભરેલી આંધી થવાથી હવામાનમાં પરિવર્તન થયુ છે પરંતુ તાપમાનમાં વધારો થયો છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દિલ્લી-એનસીઆરમાં આગલા બે દિવસો સુધી આંધીનો સિલસિલો ચાલુ રહેશે પરંતુ પારો ચડશે અને એપ્રિલના પહેલા સપ્તાહમાં જ બધાને મે મહિનાવાળી ગરમી સહન કરવી પડશે.

ભારે વરસાદની સંભાવના

ભારે વરસાદની સંભાવના

વળી, દેશના બીજા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે આસામ, મેઘાયલ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માચે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આઈએમડીના જણાવ્યા મુજબ આ જગ્યાએ વિજળી કડકી શકે છે અને કરાવૃષ્ટિ પણ થઈ શકે છે. વિભાગનુ કહેવુ છે કે હવામાનમાં આ પરિવર્તન બંગાળની ખાડીથી ચાલતી દક્ષિણ-પૂર્વ હવાઓના કારણે થયુ છે માટે માછીમારો માટે પણ એલર્ટ જાહેર કર્યુ છે.

રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ ચાલી શકે છે

રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ ચાલી શકે છે

એટલુ જ નહિ આગલા ચાર દિવસમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્ટાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બગડવાના અણસાર છે. જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ હાલમાં દેશમાં એક ચક્રવાતી સંચાલન સક્રિય છે જેના કારણે દિલ્લી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. અહીં વરસાદ થવાના અણસાર છે. રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ ચાલી શકે છે.

હીટવેવ કોને કહેવાય

હીટવેવ કોને કહેવાય

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ભારતમાં માર્ચ અને જૂન વચ્ચે હીટવેવ થાય છે. જ્યારે કોઈ સ્થાન માટે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર જાય છે અને દિવસનુ તાપમાન સામાન્ય મહત્તમ તાપમાનથી 4થી 5 ડિગ્રી વધુ થાય તો હવામાન વિભાગ તેને હીટવેવ જાહેર કરે છે. જ્યારે મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર કરી જાય છે અથવા સામાન્યથી 6 ડિગ્રીથી વધુ થાય છે તો આને ગંભીર હીટવેટ કહે છે.

સતત બીજા દિવસે ઘટ્યા કોરોના કેસ, 24 કલાકમાં 53480 નવા દર્દીસતત બીજા દિવસે ઘટ્યા કોરોના કેસ, 24 કલાકમાં 53480 નવા દર્દી

English summary
Weather: Orange Alert in 6 states, temperature rises in Delhi, dust storm in Delhi-NCR.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X