હવામાન રિપોર્ટઃ આ રાજ્યોમાં આજનો દિવસ ભારે, 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના 7 જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના 7 જિલ્લાઓમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. એટલુ જ નહિ ઉત્તરાખંડ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ શનિવારે એટલે કે આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ એટલા માટે જાહેર કરે છે કારણકે હવામાનના બગડતા મિજામનો સામનો કરવા માટે તૈયાર રહે.

હવામાન વિભાગે કહ્યુ છે કે ઉત્તરાખંડના નૈનીતાલ, ચંપાવત, પિથૌરાગઢ, ચમોલી, દહેરાદૂન, પૌડી અને હરિદ્વાર જિલ્લાઓમાં આગામી 24 કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. શનિવારે દહેરાદૂન જિલ્લાની બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે. જિલ્લાધિકારીના નિર્દેશ પર મુખ્ય શિક્ષણ અધિકારી આશારાની પૈન્યૂલીએ આ આદેશ જાહેર કર્યા છે.
તેમણે જણાવ્યુ કે ભારે વરસાદી ચેતવણીના કારણે શનિવારે આખા જિલ્લાની શાળાઓમાં રજા રહેશે. વળી, સોમવારે અને મંગળવારે રાયવાલા, શ્યામપુર, સંપૂર્ણ ઋષિકેશ નગર, ઋષિકેશ ગ્રામ સભા અને વિસ્થાપિત ક્ષેત્રના સરકારી તેમજ ખાનગી વિદ્યાલય સંપૂર્ણપણે બંધ રહેશે. આગામી 48 કલાકમાં કર્ણાટક, કેરળ સહિત દેશના દક્ષિણી રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
