For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: યુપી, બિહાર, ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, ઉત્તરાખંડમા ભૂસ્ખલનની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે 27 ઓગસ્ટ સુધી દેશના 10થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે 27 ઓગસ્ટ સુધી દેશના 10થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આઈએમડીએ કહ્યુ છે કે પૂર્વ ઉત્તર પ્રદેશત બિહાર અને ઉત્તરાખંડમાં 27 ઓગસ્ટ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે બિહારમાં પહેલેથી જ પૂરે કહેર વરસાવ્યો છે. અહીં પૂરના કારણે 26 જિલ્લાઓ પ્રભાવિત છે એવામાં એક ફરીથી મૂસળધાર વરસાદની એલર્ટે લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે.

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

એક તરફ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે ત્યાં બીજી તરફ દહેરાદૂનના સ્થાનિક હવામાન વિજ્ઞાન કેન્દ્રએ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી આપી છે. વિભાગે રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે. જે જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે તેમના નામ છે દહેરાદૂન, પૌડી, હરિદ્વાર, નૈનીતાલ, ચંપાવત અને બાગેશ્વર.

દિલ્લીમાં ગ્રીન એલર્ટ અપાયુ

દિલ્લીમાં ગ્રીન એલર્ટ અપાયુ

રાજધાની દિલ્લીમાં ત્રણ દિવસ માટે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યુ છે. આઈએમડીના જણાવ્યા મુજબ દિલ્લીમાં મંગળવારે વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડવાની સંભાવના છે. વળી, અનુમાન છે કે આજે દિલ્લીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશઃ 36 ડિગ્રી સેલ્સિયસ અને 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તમને જણાવી દઈએ કે સોમવારે દિલ્લીમાં સવારે 2 મિમી વરસાદ અને ભેજ 66 ટકા નોંધવામાં આવ્યો.

ભારે વરસાદનુ એલર્ટ

ભારે વરસાદનુ એલર્ટ

આવતા અમુક કલાકોમાં મેરઠત, સંભલ, સિયાના, બહજોઈ(યુપી)ની આસપાસના ક્ષેત્રોમાં હળવાતી મધ્યમ તીવ્રતા સાથે વરસાદ થવાના અણસાર છે. વળી, પલવલ, ઔરંગાબાદ, માનેસર(હરિયાણા), સ્યાના, જટ્ટારી, ગુલાટી, ખુર્જા(યુપી)માં ભારે વરસાદ થઈ શકે છે.

સ્કાઈમેટે આપી ચેતવણી

સ્કાઈમેટે આપી ચેતવણી

સ્કાઈમેટે કહ્યુ છે કે આવતા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, યુપી, બિહારમાં જોરદાર વરસાદના અણસાર છે. વળી, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્ર પ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં જોરદાર વાદળો વરસી શકે છે.

English summary
Weather Update: 10 states are likely to receive widespread rainfall in isolated to scattered places till 27th August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X