For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં આફતનો વરસાદ, 2ના મોત, જામા મસ્જિદના ગુંબજને નુકશાન, આ રાજ્યો માટે યલો એલર્ટ

દિલ્લીમાં ભારે વરસાદ અને તોફાન આવ્યુ હતુ જેના કારણે લાંબા સમય પછી લોકોને ગરમીથી રાહત મળી છે. જાણો હવામાન અપડેટ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 29 મેના રોજ આવી ગયુ છે ત્યારબાદથી તમામ રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. દિલ્લીમાં ભારે વરસાદ અને તોફાન આવ્યુ હતુ જેના કારણે લાંબા સમય પછી લોકોને ગરમીથી રાહત મળી છે. સોમવારે સાંજે 100 કિમી પ્રતિ કલાકની ગતિએ આવેલા આંધી-તોફાન અને ભારે વરસાદના કારણે બે લોકોના મોત થઈ ગયા. જ્યારે ઘણા લોકો ઘાયલ થઈ ગયા. શહેરમાં ઘણા વૃક્ષો ઉખડી ગયા, રસ્તા અને હવાઈ અવરજવર ખોટવાઈ ગઈ તેમજ ઐતિહાસિક જામા મસ્જિદ સહિત ઘણી ઈમારતો અને વાહનોને નુકશાન થયુ છે.

delhi

જામા મસ્જિદને ગુંબજ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત

દિલ્હીમાં, વાવાઝોડા અને ભારે વરસાદ વચ્ચે જામા મસ્જિદની મધ્યમાં સ્થિત ગુંબજનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યુ - જામા મસ્જિદની મધ્યમાં આવેલા ગુંબજના કેટલાક ભાગને નુકસાન થયુ છે. ગુંબજના 2-3 ટુકડા જમીન પર પડ્યા છે. બુખારીએ કહ્યુ કે વરસાદમાં મસ્જિદના પથ્થરોને પણ નુકસાન થયુ છે. આમાં 2 લોકો ઘાયલ પણ થયા છે. વળી, લાલ કિલ્લા નજીક અંગૂરીબાગ વિસ્તારમાં 65 વર્ષીય વ્યક્તિ પર ઝાડ પડ્યુ અને ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતુ. જ્યારે જામા મસ્જિદ પાસે બાલ્કનીનો એક ભાગ તૂટીને 50 વર્ષીય વ્યક્તિ પર પડ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને મૃત્યુ પામ્યા.

મેનકા ગાંધીએ રસ્તા પરથી હટાવી ડાળીઓ

રાજધાની દિલ્હીમાં જોરદાર તોફાન સાથે વરસાદના કારણે ઘણુ નુકસાન થયુ છે. દિલ્હીમાં ઘણી જગ્યાએ મકાનો અને વૃક્ષોને ભારે નુકસાન થયુ છે. ઘણી જગ્યાએ લોકોના ઘાયલ અને મૃત્યુના અહેવાલો છે. વૃક્ષો ધરાશાયી થતાં માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. જંતર-મંતર રોડ પર વૃક્ષ ધરાશાયી થઈ જતા ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. આ દરમિયાન ભાજપ સાંસદ મેનકા ગાંધી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ તેમના વાહનમાંથી નીચે ઉતર્યા અને પોતે ઝાડની તૂટેલી ડાળીઓ ઉપાડતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે ગઈકાલે દિલ્હીમાં હળવો વરસાદ પડ્યો હતો. જો કે આજે સવારથી વાતાવરણ ગરમ હતુ. નોંધનીય છે કે ગઈકાલે ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે તેથી હાલમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આ રાજ્યોમાં થઈ શકે છે વરસાદ

ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન કેરળ, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અરુણાચલ પ્રદેશ અને પૂર્વ આસામમાં એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, ઓડિશા, વિદર્ભ અને તેલંગાણાના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. બિહાર, ઝારખંડ અને કોંકણ અને ગોવામાં છૂટાછવાયા વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે.

English summary
Weather Update: Heavy rains lashes various parts of Delhi, yellow alert for many states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X