For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: આ રાજ્યમાં ભારે વરસાદની આશંકા

Weather Update: આ રાજ્યમાં ભારે વરસાદની આશંકા

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ સામે લડી રહેલા ભારત માટે હવામાન પણ એક પડકાર બન્યું છે. એપ્રિલના મહિનામાં કેટલાય રાજ્યોને જૂનવાળી ગરમી સહન કરવી પડી રહી છે તો ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આગલા કેટલાક કલાકોમાં પહાડોમાં મોસમ બદલી શકે છે, એટલે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બીજી તરફ દિલ્હીમાં પણ આંધી-તોફાનના અણસાર બન્યા છે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પણ વરસાદ થવાના અણસાર છે, હવામાન ખાતાએ ત્યાં પણ અલર્ટ જાહેર કર્યું છે.

પિથૌરાગઢ અને ચંપાવતમાં કરા પડવાની આશંકા

પિથૌરાગઢ અને ચંપાવતમાં કરા પડવાની આશંકા

જ્યારે રાજધાની દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, યુપીમાં પણ આગલા બે દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે જ્યારે નૈનીતાલ, પિથૌરાગઢ અને ચંપાવતમાં કરા પડવાની સંભાવના છે, જ્યારે આજથી લઈ આગલા 24 કલાકમાં આંધ્ર પ્રદેશમાં વરસાદ થવાના અણસાર છે.

દેશમાં સારો વરસાદ થશે

દેશમાં સારો વરસાદ થશે

જ્યારે બિહાર, રાજસ્થાન, ગુજરાત અને એમપીમાં ધૂળની આંધી ચાલી શકે છે. પટના, બક્સર, બાંકા, બેગૂસરાય, ભાગલપુર, ભોજપુરમાં હીટવેવનું અલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન ખાતાએ કહ્યું કે પાછલા વર્ષની જેમ આ વખતે પણ ચોમાસું સામાન્ય રહેશે અને દેશમાં સારો વરસાદ જોવા મળશે.

જૂનથી સપ્ટેમ્બર સુધી મૉનસૂન સિઝન

જૂનથી સપ્ટેમ્બર સુધી મૉનસૂન સિઝન

આઈએમડીએ કહ્યું કે આ વર્ષે 6 ટકાથી લઈ 104 ટકા સુધી વરસાદ થઈ શકે છે, જે સામાન્યથી સારા વરસાદની શ્રેણીમાં આવે છે. મોનસૂન સિઝન જૂનથી લઈ સપ્ટેમ્બર સુધી રહેશે.

આ વર્ષે મૉનસૂન સામાન્ય રહેશે

આ વર્ષે મૉનસૂન સામાન્ય રહેશે

સ્કાઈમેટે પણ કહ્યું કે આ વખતે મૉનસૂન સિઝન ઘણી સામાન્ય રહેશે. જૂનથી જ વરસાદ શરૂ થઈ જશે, જે સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સતત ત્રીજું્ વર્ષ હશે, જ્યારે મૉનસૂન સામાન્ય રહેશે, જે ખેડૂતો માટે વરદાન છે કેમ કે વરસાદ સારો થવાથી પાક પણ સારો થશે.

કોરોના સંક્રમિત થયા રાજા ભૈયા, ખુદને હોમ ક્વોરેન્ટાઈન કર્યાકોરોના સંક્રમિત થયા રાજા ભૈયા, ખુદને હોમ ક્વોરેન્ટાઈન કર્યા

English summary
Weather Update: IMD forecast heavy rain in uttarakhand, himachal pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X