For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં પારો ગગડ્યો, દક્ષિણ ભારતમાં ભારે વરસાદનુ એલર્ટ

ઉત્તર ભારત હાલમાં હળવી ઠંડીની ચપેટમાં છે ત્યાં બીજી તરફ દક્ષિણ ભારતમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. જાણો લેટેસ્ટ અપડેટ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં હવામાનની ઉથલ-પાથલ ચાલુ છે. જ્યાં એક તરફ ઉત્તર ભારત હાલમાં હળવી ઠંડીની ચપેટમાં છે ત્યાં બીજી તરફ દક્ષિણ ભારતમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. હાલમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આના કારણે હરિયાણા-પંજાબ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. જેનાથી લોકોને હળવી-હળવી ઠંડીનો અહેસાસ થવો શરૂ થઈ ગયો છે. વળી, બીજી તરફ તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં વરસાદ થવાથી તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.

તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે કહ્યુ છે કે હાલમાં પૂર્વોત્તર ચોમાસુ સક્રિય થવાના કારણે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં વરસાદનો દોર ચાલુ છે. તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ઑરેન્જ એલર્ટ છે. વળી, કેરળ અને તટીય કર્ણાટકમાં માછીમારોને આગલા બે દિવસ સુધી સમુદ્રમાં જવાથી રોકવામાં આવ્યા છે.

ભારે વરસાદ થવાની સંભાવના

ભારે વરસાદ થવાની સંભાવના

હવામાન વિભાગને કહ્યુ કે આગલા ત્રણ-ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે અને આના કારણે અહીં લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે. આ વરસાદની અસર અન્ય રાજ્યો પર પણ પડશે માટે મહારાષ્ટ્ર, ગોવા, બંગાળ અને આંધ્ર-તેલંગાનામાં વરસાદ થઈ શકે છે

તાપમાનમાં ઘટાડો

તાપમાનમાં ઘટાડો

જ્યારે હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પણ હળવો વરસાદ અને હળવી હિમવર્ષાના અણસાર દેખાઈ રહ્યા છે જેના કારણે ઠંડી વધશે અને તેની અસર મેદાની વિસ્તારો પર પણ થશે અને આના કારણે દિલ્લી, યુપી, એમપી, બિહાર અને ઝારખંડમાં પણ તાપમાનમાં ઘટાડો આવશે.

દિલ્લી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધી શકે છે

દિલ્લી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધી શકે છે

હવામાનની માહિતી આપતી ખાનગી એજન્સી સ્કાઈમેટે કહ્યુ છે કે આવતા 24 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદ અને મહારાષ્ટ્ર, તેલંગાના, છત્તીસગઢ, લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે દિલ્લી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધી શકે છે. મંગળવારના રોજ દિલ્હીની હવાની ગુણવત્તા પહેલીવાર 'રેડ ઝોન'માં પહોંચી હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પહેલેથી જ કહી ચૂક્યું છે કે, દિવાળી બાદ દિલ્હીની હવાની ગુણવત્તા ઘણી ખરાબ રહેશે, પરંતુ અહીં દિવાળી પહેલા જ હવા ખરાબ થઈ ગઈ છે.

English summary
Weather Update: North India's mercury dropped due to western disturbance but heavy rain expected in south India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X