Weather Update: દિલ્લીમાં સવારે ગાઢ ધૂમ્મસ, દિવસે પારો વધુ, આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ

હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ હાલમાં દેશના દરેક ભાગોમાં હવામાનમાં ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે.

Weather Update Today: હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ હાલમાં દેશના દરેક ભાગોમાં હવામાનમાં ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. જેની સૌથી વધુ અસર દિલ્લીમાં જોવા મળી રહી છે. જ્યાં સવારે ગાઢ ધૂમ્મસ અને હળવી ઠંડી હોય છે પરંતુ દિવસે પારો વધવા લાગે છે. દિલ્લીમાં દિવસે પારો 30ની આસપીસ જવા લાગે છે. ઉત્તર ભારતના અમુક ભાગોમાં હળવા વરસાદ સાથે હવામાન ખુશનુમા છે. વળી, મધ્ય પ્રદેશ, મુંબઈ અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે.

delhi fog

આઈએમડીના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં વરસાદ સાથે હળવી હિમવર્ષા પણ થઈ શકે છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં પણ આઈએમડીએ હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્લીમાં આજે શનિવાર(20 ફેબ્રુઆરી)ની સવારે ગાઢ ધૂમ્મસ છવાયુ. ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી રહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્લીમાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયલ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયલ રહેશે. જો કે બે દિવસથી પારો વધુ હતો. આજે સવારે દિલ્લીમાં તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 ડિગ્રી સેલ્સિયસ હતુ.

વળી, પંજાબના અમૃતસરમાં પણ આજે સવારે ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેવાના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી રહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમૃતસરમાં આજે સવારે તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયલ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે 21થી 25 ફેબ્રુઆરી વચ્ચે પહાડી વિસ્તારોમાં હવામાન ખરાબ રહેવાનુ અનુમાન છે. 23 ફેબ્રુઆરીએ શિમલા, સોલન, મંડી, કુલ્લુ, સિરમોર અને ચંબા સહિત અમુક વિસ્તારોમાં આંધી સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગએ અહીં યલો એલર્ટ જાહેર કરી છે. દેશના ઘણા ભાગોમાં વધેલા તાપમાન પર હવામાન વિભાગે કહ્યુ છે કે વસંત ઋતુના આગમન સાથે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ઉત્તર ભારતમાં મેદાની વિસ્તારોમાં શીત લહેર નથી આવી. આ જ કારણ છે કે દિવસે અહીં તાપમાન વધુ છે. આઈએમડીએ કહ્યુ છે કે આવનારા ત્રણ દિવસોમાં દિલ્લીમાં તાપમાન હજુ વધશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X