Weather Update: ગરમીથી મળશે રાહત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ઘણા રાજ્યોમાં થશે વરસાદ

IMD મુજબ 16થી 18 માર્ચ સુધી ભારતના ઘણા રાજ્યોમાં ગાજવીજ અને કરાવૃષ્ટિ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

weather

Weather Update: હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં હળવા વરસાદની શરુઆત થશે. આગલા ત્રણ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં હળવા અને છૂટાછવાયા વરસાદના કારણે ગરમીથી રાહત મળશે. IMD મુજબ 16થી 18 માર્ચ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં પણ ગાજવીજ અને કરાવૃષ્ટિ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 માર્ચથી ભારતને પ્રભાવિત કરશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 માર્ચથી ભારતને પ્રભાવિત કરશે

હોળી પછી તાપમાન વધવા સાથે ઘણા રાજ્યોમાં પારો 35 ડિગ્રીને પાર કરી ગયો છે. માર્ચના બીજા સપ્તાહમાં જ મે અને જૂન જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ હિમાલયમાં સક્રિય થયેલુ લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 માર્ચથી ભારતને પ્રભાવિત કરવાની સંભાવના છે. જેના કારણે 16થી 18 માર્ચ વચ્ચે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારંખંડમાં ગાજવીજ, વીજળી અને ઝડપી પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ સ્થળોએ ભારે વરસાદની સંભાવના

આ સ્થળોએ ભારે વરસાદની સંભાવના

દિલ્લી-એનસીઆરમાં પણ હળવા વરસાદના અણસાર છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 16થી 18 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અને 17 અને 18 માર્ચે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિની સંભાવના છે. શુક્રવારે દક્ષિણ છત્તીસગઢ અને તટીય આંધ્રપ્રદેશ-તેલંગાણામાં 17 અને 18 માર્ચે ભારે વરસાદની સંભાવના છે.

વરસાદથી ઘઉંને થશે નુકશાન

વરસાદથી ઘઉંને થશે નુકશાન

બુધવારે પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન અને દિલ્લીના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઝારખંડ, એમપી, કેરળ, આસામ, સિક્કિમ અને અરુણાચલના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. અમુક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે. સ્કાઈમેટ વેધર રિપોર્ટ મુજબ વરસાદની સાથે પવન પણ ફૂંકાવાની આશંકા છે, જેનાથી ગરમીથી રાહત મળશે. જો કે, આ કમોસમી વરસાદથી ઘઉં અને સરસવ જેવા પાકને નુકશાન થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X