Weather Update: રાજસ્થાન, હરિયાણા સહિત ઘણી જગ્યાએ વરસાદની સંભાવના, જબરદસ્ત ગરમીની શરુઆત, અહીં જાણો મોસમના હાલ
Weather Update: હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજસ્થાનના ભાદરા, સાદુલપુર, પિલાની, કોટપૂતલી, વિરાટનગર અને હરિયણાના સિવાની, લોહારુ, મહેન્દ્રગઢ, નારનૌલ વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. જો કે, આગલા 5 દિવસમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફારનુ અનુમાન નથી.
હવામાન વિભાગ મુજબ દિલ્લી સહિત છપરૌલા, ગ્રેટર નોઈડા, નોઈડા અને એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ કે ઝાપટા પડી શકે છે. રાજધાનીમાં બુધવારે લઘુત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછુ 15.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ હતુ. આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે.

આઈએમડીના પૂર્વાનુમાન મુજબ આગલા સપ્તાહથી ઉત્તર ભારતના રાજ્યોમાં જબરદસ્ત ગરમીની શરુઆત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદના કારણે હવામાન વાદળછાયુ હતુ પરંતુ હવે ફરીથી તાપમાનમાં વધારો જોવા મળશે. જો કે, 7 એપ્રિલના રોજ મહારાષ્ટ્ર, તેલંગાના અને ઓડિશાના આંતરિક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ વિસ્તારોમાં હળવા વરસાદ સાથે હિમવર્ષની આગાહી છે. સાથે રાજ્યમાં હવામાન સૂકુ રહેવાના અણસાર છે. વળી, ઉત્તર પ્રદેશમાં આજે હવામાન સાફ રહેશે. કર્ણાટકના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ગુરેજ ઘાટીમાં અને ગુલમર્ગમાં પણ મોડી રાતે હિમવર્ષા થઈ.












Click it and Unblock the Notifications
