Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં થયો વરસાદ, આ જગ્યાએ હીટવેવનુ એલર્ટ યથાવત
Weather Update: દેશના અલગ-અલગ ભાગોમાં વરસાદ અને લૂ, એમ બંનેનો કહેર ચાલુ છે. દિલ્લીમાં ગઈ કાલે રાતે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગરમીથી તપી રહેલી દિલ્લીમાં કાલે રાતે અચાનક આંધી-તોફાન આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
ભારતીય હવામાન વિભાગ દ્વારા બિહાર, બંગાળ, હરિયાણા, પંજાબમાં હીટવેવનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. અહીં લોકોને તેમના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાચલ ક્ષેત્રમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દિલ્લીમાં વરસાદ થઈ રહ્યો છે. આજે પણ દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં વરસાદનુ અનુમાન છે. સવારે પણ દિલ્લીમાં વાદળો છવાયેલા હતા.જો કે, શનિવાર અને રવિવારે અહીં હવામાન સૂકુ અને સાફ રહેશે. આઈએમડી મુજબ આજે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહી શકે છે.
વળી, યુપી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ થઈ શકે છે, જ્યારે સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જો દક્ષિણ ભારતની વાત કરીએ તો આજે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા એપ્રિલમાં જારી કરાયેલા અહેવાલ મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.
અલ નીનોની અસરને કારણે વરસાદમાં ઘટાડો થવાની ધારણા છે. ચોમાસા પર અલ નીનોની અસર ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે રહેશે પરંતુ ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ જ સારો રહેશે. હાલમાં આ વર્તમાન અનુમાન છે, હવામાન વિભાગ મે મહિનામાં આ સંદર્ભે આગામી અપડેટ જાહેર કરશે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા બિહાર, બંગાળ, હરિયાણા, પંજાબમાં હીટવેવનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. અહીં લોકોને તેમના સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે. એપ્રિલ મહિનામાં ચાલી રહેલી હીટવેવને કારણે લોકો પરેશાન છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં આ માટે એલર્ટ જાહેર કર્યુ છે.
તમને જણાવી દઈએ કે જ્યારે વિસ્તારોમાં સરેરાશ તાપમાન ઊંચુ જાય ત્યારે IMD ત્યાં હીટવેવ એલર્ટ જાહેર કરે છે. આ માટે ત્રણ અલગ અલગ માપદંડો છે. આ માટે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
