Weather Update: આ રાજ્યોમાં થશે હિમવર્ષા અને વરસાદ, હિમાચલમાં યલો એલર્ટ, જાણો હવામાનની આગાહી
Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે, 7 માર્ચ માટે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા અંગે ચેતવણી જારી કરી છે.
આજે દેશના ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય આઈએમડીએ કહ્યું છે કે રાયલસીમા અને કેરળમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આઈએમડી અનુસાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. વળી, 10 માર્ચની રાતથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રને અસર કરશે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 10 થી 12 માર્ચ દરમિયાન ફરી વરસાદ થશે.
પૂર્વોત્તર ભારતમાં આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. તે પછી પણ આગામી 5 દિવસ દરમિયાન છુટોછવાયો હળવો વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (7 માર્ચ) હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ વીજળી સાથે તોફાનને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ હિમાચલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જો કે તે પછી હવામાન ફરી શુષ્ક રહેશે.
હવામાન વિભાગે ઓડિશા, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં આજથી 9 માર્ચ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ ઓડિશા ઉપર ટ્રોપોસ્ફિયરના નીચલા સ્તરે ચક્રવાતનું પરિભ્રમણ થઈ રહ્યું છે, જેના કારણે આ રાજ્યોના હવામાન પર પણ અસર થશે.












Click it and Unblock the Notifications
