Weather Updates: ગુજરાત, રાજસ્થાનમાં હીટવેવનુ એલર્ટ, બિહારમાં થશે વરસાદ
ઉત્તર ભારતમાં લોકોને અત્યારથી જ જેઠ મહિનાની ગરમીનો અહેસાસ થઈ ગયો છે. જાણો અપડેટ.
નવી દિલ્લીઃ ઉત્તર ભારતમાં લોકોને અત્યારથી જ જેઠ મહિનાની ગરમીનો અહેસાસ થઈ ગયો છે. ઘણા રાજ્યોમાં પારો ચાલીસ પાસે પહોંચી ગયો છે. લોકો ચિંતામાં છે કે અત્યારે આ હાલ છે તો મે-જૂનમાં શું થશે? વળી, ભારતીય હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે ગુજરાત, દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં હીટવેવની સંભાવના છે માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં પારો 39ને પાર
વળી, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં 1 એપ્રિલે હીટ વેવનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં ક્યાંક-ક્યાંક પારો 40ને પાર જઈ શકે છે. હવામાન વિભાગે એલર્ટ રહેવા માટે કહ્યુ છે. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પણ પારો ચાલીસનો આંકડો પાર કરી ગયો છે. જયપુર સહિત ઘણા જિલ્લાઓમાં આજે લૂની સંભાવના છે.

બિહારમાં આજે હળવા વરસાદના અણસાર઼
બિહારના અમુક શહેરોમાં આજે હળવા વરસાદના અણસાર છે. વળી, યુપીના લખનઉ અને આસપાસના વિસ્તારોમાં આજે ધૂળ ભરેલી આંધીની પણ સંભાવના છે. વળી, આગલા બે દિવસની અંદર રાજ્યમાં મહત્તમ તાપમાન 7થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. વિદર્ભ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળમાં હળવા વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે.

હળવા પવનો પણ ફૂંકાઈ શકે છે
વળી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે અને આ દરમિયાન હળવા પવનો પણ ફૂંકાઈ શકે છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. વરસાદ દરમિયાન પવનો ફૂંકાવાનુ પણ અનુમાન છે માટે એલર્ટ આપવામાં આવ્યુ છે અને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
