For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: દેશના 7 રાજ્યોમાં હીટવેવ એલર્ટ, દિલ્લીમાં વધશે ગરમી, અમુક જગ્યાએ વરસાદ

ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આગલા પાંચ દિવસો સુધી સાત રાજ્યોમાં હીટ વેવનો કહેર જોવા મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ તાંડવ ચાલુ છે. લોકોનુ ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઈ રહ્યુ છે. વળી, ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આગલા પાંચ દિવસો સુધી સાત રાજ્યોમાં હીટ વેવનો કહેર જોવા મળશે અને આના કારણે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. જે સાત રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે તેમાં જમ્મુ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

7 રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ

7 રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ

આઈએમડીએ પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગલા પાંચ દિવસો સુધી હીટવેવ ચાલુ રહેવાની સંભાવના છે. દિલ્લીમાં પણ અત્યારથી જ આગમાં તપી રહી છે. દિલ્લીમાં આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. કાલે પણ દિલ્લીના આ જ હાલ હતા. વળી, આવનારા દિવસોમાં 42 ડિગ્રી તાપમાન રહેશે.

42 ડિગ્રી આસપાસ જઈ શકે છે પારો

42 ડિગ્રી આસપાસ જઈ શકે છે પારો

રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા રાજ્યોમાં લૂ એટલે કે હીટ વેવનો આતંક ચાલુ રહેશે અને આના કારણે અહીં એલર્ટ ચાલુ છે. આજે રાજસ્થાનના જયપુરનુ લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે ડુંગરપુર, ઝુંઝનુ, સીકર, ટોંક, કોટા, બૂંદી, જયપુર, ધૌલપુર, કરૌલીમાં હીટવેવનુ એલર્ટ યથાવત છે. વળી, લખનઉમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

અમુક જગ્યાએ થશે વરસાદ, દિલ્લીમાં AQIની સ્થિતિ

અમુક જગ્યાએ થશે વરસાદ, દિલ્લીમાં AQIની સ્થિતિ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ક્યાંક-ક્યાંક હળવા વરસાદ સાથે-સાથે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે. તમિલનાડુ, પુડુચેરી-કરાઈકલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવો વરસાદ થઈ શકે છે.

  • પૂસા, દિલ્લી - 255 AQI ખરાબ
  • પંજાબી બાગ - 263 AQI ખરાબ
  • શાદીપુર - 272 AQI ખરાબ
  • દિલ્લી મિલ્ક સ્કીમ કૉલોની - 245 ખરાબ
  • અશોક વિહાર - 247 AQI ખરાબ
  • એનએસઆઈટી દ્વારકા - 238 AQI ખરાબ
  • લોધી રોડ - 243 AQI ખરાબ

English summary
Weather Updates: Heat wave alert in many states including in Delhi, rain expected in South and North East.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X