For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates: માર્ચની ગરમીએ બનાવ્યો રેકૉર્ડ, ભારતમાં 121 વર્ષોના ઈતિહાસમાં સૌથી ગરમ મહિનો

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)ના એક વિશ્લેષણથી જાણવા મળ્યુ છે કે ભારતમાં 121 વર્ષોમાં માર્ચના દિવસોને સૌથી ગરમ નોંધવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)ના એક વિશ્લેષણથી જાણવા મળ્યુ છે કે ભારતમાં 121 વર્ષોમાં માર્ચના દિવસોને સૌથી ગરમ નોંધવામાં આવ્યા છે. દેશના 121 વર્ષોમાં માર્ચ 2022 સૌથી ગરમ મહિનો રહ્યો છે. માર્ચ 2022માં દેશભરમાં મહત્તમ તાપમાન સામાન્યથી 1.86 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યુ છે. રેકૉર્ડ તોડતા આંકડા ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ રહ્યા. જ્યારે ઉત્તર પશ્ચિમી ક્ષેત્રએ પોતાના ઉચ્ચતમ સરેરાશ મહત્તમ નોંધ્યા. મધ્યએ 1901 બાદથી મહિના માટે દિવસના તાપમાન મામલે પોતાનો બીજો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધ્યો છે.

આંકડા જણાવે છે કે આ વર્ષે પડવાની ભયંકર ગરમી

આંકડા જણાવે છે કે આ વર્ષે પડવાની ભયંકર ગરમી

આંકડા તાપમાનના વિચલનનુ પ્રમાણ દર્શાવે છે, જેણે દેશના મોટાભાગના હિસ્સાઓમાં ગરમીની શરુઆત પ્રભાવી ઢંગે થઈ છે. માર્ચના બીજા પખવાડિયા દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં લૂ નોંધવામાં આવી છે. આંકડા દર્શાવે છે કે આ વર્ષે ભારતમાં ભયંકર ગરમી પડવાની છે.

શું કહે છે એક્સપર્ટ

શું કહે છે એક્સપર્ટ

હવામાન એક્સપર્ટે કહ્યુ કે અસામાન્ય પવનનની પેટર્નનુ પરિણામ, પ્રવૃત્તિને જળવાયુના સંકટ સાથે જોડી શકાય છે. જળવાયુ નિરીક્ષણ અને ભવિષ્યવાણી સમૂહ, આઈએમડી, પૂણેના પ્રમુખ ઓપી શ્રીજીતે કહ્યુ, 'વરસાદની ઉણપ આ ગરમીનુ કારણ છે. માર્ચના મહિનામાં પણ બે હીટવેવ ઘટનાઓ બની છે. એક એંટી-સાઈક્લોનિક સર્ક્યુલેશન હતુ જેના કારણે પશ્ચિમ તરફથી ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો સંચાર થયો. કુલ મળીને ગ્લોબલ વૉર્મિંગ પણ એક મુખ્ય કારણ છે. અહીં સુધી કે લા નીનાની ઘટનાઓ દરમિયાન પણ આપણે ઘણીવાર બહુ વધુ તાપમાન નોંધી રહ્યા છે.'

એપ્રિલમાં કેવુ રહેશે તાપમાન?

એપ્રિલમાં કેવુ રહેશે તાપમાન?

સ્કાઈમટે વેધર સર્વિસિઝના ઉપાધ્યક્ષ(હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન) મહેશ પલાવતે કહ્યુ, 'આ વર્ષે માર્ચમાં આ રીતે ઉચ્ચ તાપમાનના રેકૉર્ડિંગ પાછળ પ્રાથમિક કારણ વરસાદની કમી છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સતત સૂકા અને ગરમ, પશ્ચિમી પવનો ફૂંકાવાનુ પણ છે. અમે એ પણ જોયુ કે વાદળોરહિત આકાશ પણ સૂર્યના કિરણોના સીધા સંપર્કમાં આવ્યા જેના કારણે તાપમાન વધુ થઈ ગયુ. એપ્રલિના પહેલા છમાસિકમાં પણ આ રીતની હવામાનની સ્તિતિ ચાલુ રહેવાની સંભાવના છે કારણકે કોઈ હવામાન પ્રણાલિ વિકસિત નથી થઈ રહી.'

English summary
Weather Updates: India records its warmest March days in 121 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X