For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરપૂર્વ ચોમાસાના કારણે તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના, કેરળમાં ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા 2 દિવસની અંદર તમિલનાડુના ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં હવામાનની ઉલટફેર ચાલુ છે. ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા થઈ રહી છે. વળી, ક્યાંક હળવી ઠંડીએ દસ્તક દઈ દીધી છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા 2 દિવસની અંદર તમિલનાડુના ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના તિરુનેલવેલી, તૂતીકોરન, રામનાથપુરમ, વિરુધુનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઘણા રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ

ઘણા રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ

આઈએમડીએ કહ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હવે આખા દેશમાંથી વિદાય લઈ ચૂક્યુ છે. ચોમાસાએ 46 વર્ષમાં 7મી વાર વાપસી કરી છે પરંતુ એક સાયક્લોનિક પ્રેશરે દેશના ઘણા વિસ્તારોમાં બનેલી છે જેના કારણે હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ છે. હાલમાં પૂર્વોત્તર ચોમાસુ સક્રિય થતુ જોવા મળી રહ્યુ છે અને આના કારણે દક્ષિણમાં પાણી વરસી રહ્યુ છે.

કેરળમાં ઓરેન્જ એલર્ટ

કેરળમાં ઓરેન્જ એલર્ટ

આઈએમડીએ તમિલનાડુ ઉપરાંત કર્ણાટક, ચેન્નઈ અને કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કેરળના ચાર જિલ્લાઓમાં 26 ઓક્ટોબર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. ચાર જિલ્લાઓ છે કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ અને ઈડુક્કી. કર્ણાટકમાં આજે અને કાલે જ્યારે આંધ્રમાં 28-29 ઓક્ટોબરે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે.

કાતિલ ઠંડી પડવાના અણસાર

કાતિલ ઠંડી પડવાના અણસાર

વળી, ઉત્તર ભારતના રાજ્યોમાં હવે દિવસ-રાત તાપમાનમાં ફરક જોવા મળશે. હવામાન વિભાગે સોમવારે કહ્યુ છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ વખતે ઠંડી વધુ પડી શકે છે. લા નીના સક્રિય થવાના કારણે આ વખતે કાતિલ ઠંડી પડવાના અણસાર છે.

તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના

તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના

વળી, હવામાન વિભાગની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે કહ્યુ છે કે પૂર્વોત્તર ચોમાસુ સક્રિય થઈ ગયુ છે જેના કારણે તમિલનાડુમાં ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પૂર્વોત્તર તમિલનાડુ રાજ્ય માટે મુખ્ય વર્ષા ઋતુ છે. આના કારણે તમિલનાડુ અને પુડુચેરી, કેરળ અને માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં વરસાદ થાય છે. આ સિઝન ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીની હોય છે. આ ચોમાસાના કારણે 28થી 30 ઓક્ટોબર વચ્ચે તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે અને આ દરમિયાન વિજળીના કડાકા સાથે ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે.

English summary
Weather Updates: Rain expected in Tamil Nadu due to Northeast Monsoon, Orange Alert in Kerala says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X