For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: હવામાન ફરીથી પલટાશે, ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, જાણો દિલ્લી-એનસીઆરના હાલ

હવામાન વિભાગે આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદ અને ઝડપી પવનની સંભાવના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં અનુમાન મુજબ બુધવારે વરસાદ થયો છે જે બાદ લોકોને પ્રચંડ ગરમીથી રાહત મળી છે. કાલે દિલ્લી-એનસીઆરમાં પણ વાદળો વરસ્યા છે. જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે ત્રણ-ચાર દિવસથી જે રાહત મળી હતી તે આજે ખતમ થઈ શકે છે કારણકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ થવાના કારણે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ થયો છે પરંતુ આજે સાંજથી વિસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ખતમ થઈ રહી છે. જેનાથી એક વાર ફરીથી ગરમ પવનો અને ગરમી લોકોને ખૂબ હેરાન કરવાની છે અને હીટવેવની સ્થિતિ પેદા થઈ જશે.

ઘણા રાજ્યોમાં વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે

ઘણા રાજ્યોમાં વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે

હવામાન વિભાગે આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદ અને ઝડપી પવનની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીના ટ્વિટ મુજબ આજે દિલ્લી-એનસીઆર, ગાઝિયાબાદ, નોઈડા અને મુઝફ્ફરનગરની આસસાપના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે અને આ દરમિયાન 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દિલ્લીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે છે

દિલ્લીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે છે

વળી, હસ્તીનાપુર, ચાંદપુર, બડૌત, દૌરાલા, મેરઠ, મોદીનગર, કિઠૌર, અમરોહા, મુરાદાબાદ, ગઠમુક્તેશ્વર, હાપુડ, ગુલાટી, સ્યાના, સંભલ, બિલ્લારી, સિકંદરાબાદ, બુલંદશહર, અનૂપશહર, બહાજોઈ, શિકારપુર, પહાસી, દેબાઈ, નરોરા, ગભાના, સહસપુર જટ્ટારી, ખૈર, અલીગઢ, કાસગંજમાં પણ વાદળો વરસી શકે છે અને ઝડપી પવન ફૂંકાઈ શકે છે. આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ રહી શકે છે.

હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનુ એલર્ટ

હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનુ એલર્ટ

હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, કાશ્મીર અને લદ્દાખમાં પણ વરસાદ થઈ રહ્યો છે જેનાથી હવામાન ખુશનુમા થઈ ગયુ છે. આસામ-મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે.

આરોગ્ય પ્રત્યે સાવચેત રહે લોકો

આરોગ્ય પ્રત્યે સાવચેત રહે લોકો

જ્યારે કાલે કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ વરસાદ થયો જેનાથી હવામાન ખુશનુમા થઈ ગયુ છે. વળી, રાજસ્થાન અને ગુજરાતમાં પણ લૂની અસર ઘટી છે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આજ પછી એક વાર ફરીથી લૂનો દોર શરુ થઈ શકે છે માટે હવામાન વિભાગે લોકોને આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવા માટે જણાવ્યુ છે.

English summary
Weather Updates: Thunderstorm and Heavy Rain Expcted in many states, here is latest details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X