Weather Updates: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, દિલ્લીમાં પણ છવાયેલા રહેશે વાદળ
દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. જાણો વા
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે દિલ્લીમાં આજે વરસાદની કોઈ શક્યતા નથી જેના કારણે લોકોને ભેજ અને ગરમીનો સામનો કરવો પડશે. જો કે ગઈકાલે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. દિલ્લી-એનસીઆરમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદ પડવાની સંભાવના ઘણી ઓછી છે. રાજધાનીમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહી શકે છે. વળી, 11 ઓગસ્ટથી દિલ્લીમાં ભારે વરસાદની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

11 ઓગસ્ટ સુધી ભારે વરસાદ
જ્યાં દિલ્લીની આ હાલત છે ત્યાં બીજી તરફ હવામાન વિભાગે કહ્યુ છે કે પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે તેથી અહીં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. IMDએ જણાવ્યુ હતુ કે તમિલનાડુ અને અન્ય દક્ષિણી રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

ઑરન્જ એલર્ટ જાહેર
આગામી 3-4 કલાક દરમિયાન મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અહીં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં 9 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. તેથી અહીં પહેલેથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે યુપીમાં આજે ભારે વરસાદ પડી શકે છે. આજે અને આવતીકાલે બિહાર, ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે. તો ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની સંભાવના છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની આશંકા છે, જેના કારણે અહીં ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદની સંભાવના
જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, તમિલનાડુ, કોંકણ, ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, તેલંગાણા, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન, દિલ્લી, હરિયાણા, અને અન્ય રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ, આંધ્ર પ્રદેશ અને બિહાર અને પશ્ચિમ બંગાળ ઉપર અને તેથી અહીં ચેતવણી જાહેર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
