જ્યારે વાવાઝોડાનો સામનો થાય ત્યારે શું કરવુ, શું ના કરવુ

એક વાર ફરીથી સમગ્ર ઉત્તર ભારતમાં વાવાઝોડાનું સંકટ ફરી વળ્યુ છે. સોમવારે રાતે દિલ્હી-એનસીઆરમાં ખૂબ ઝડપથી પવન ફૂંકાયો અને મંગળવારે પણ આવી જ પરિસ્થિતિ ઉદભવવાની સંભાવના છે.

એક વાર ફરીથી સમગ્ર ઉત્તર ભારતમાં વાવાઝોડાનું સંકટ ફરી વળ્યુ છે. સોમવારે રાતે દિલ્હી-એનસીઆરમાં ખૂબ ઝડપથી પવન ફૂંકાયો અને મંગળવારે પણ આવી જ પરિસ્થિતિ ઉદભવવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા તો વાહન વ્યવહારને પણ ઘણુ નુકશાન થયુ છે અને જનજીવન પણ પ્રભાવિત થયુ છે. વાવાઝોડાને કારણે થનારા નુકશાનથી બચવા માટે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મેરઠમાં ઘણી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડા અંગે પહેલા જ હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે. કેટલીક સાવધાનીઓ રાખીને આપણે આ સમસ્યાથી બચી શકીએ છીએ. પ્રાકૃતિક સંકટોને રોકી તો ન શકાય પરંતુ કેટલીક સાવધાનીઓ રાખીને આપણે આ સમસ્યાથી બચી શકીએ છીએ અને જાનમાલની રક્ષા કરી શકીએ છીએ. એટલુ જ નહિ કેટલીક સેફ્ટી ટીપ્સ દ્વારા આપણે તેના દ્વારા થતા નુકશાનને પણ ઓછુ કરી શકીએ છીએ.

શું કરવુ અને શું ન કરવુ

શું કરવુ અને શું ન કરવુ

જ્યારે પણ વાવાઝોડાનો સામનો થાય ત્યારે હંમેશા આંખોને ઢાંકીને રાખવી, સૌથી પહેલા માસ્ક લગાવવુ અને પછી આંખોમાં ગોગલ્સ પહેરી લેવા. એટલું જ નહિ શરીરના બાકીના અંગોને પણ ઢાંકીને રાખવુ કારણકે ધૂળના કારણે જલ્દી ઈન્ફેક્શન લાગી શકે છે. જો તમે વાવાઝોડામાં ફસાઈ જાવ તો સૌથી પહેલા કોઈ છત શોધી લો.

સાવધાન રહો

સાવધાન રહો

જો તમે ઘરની અંદર હોવ તો ભૂલથી પણ બારી પાસે ન રહો. બારી અને દરવાજાઓને અંદરથી બંધ કર્યા બાદ તેની આસપાસ કોઈ ભારે સામાન રાખી દો જેના કારણે તે ખૂલશે નહિ. જો બારી દરવાજા કાચના હોય તો મોટા પડદાઓથી તેને કવર કરી દો અને નીચે મોટા કપડાં પાથરી દો. તેનાથી કાચ જો તૂટે તો ફેલાઈ ન જાય.

ઘરમાં મિણબત્તી અને માચિસની વ્યવસ્થા રાખો

ઘરમાં મિણબત્તી અને માચિસની વ્યવસ્થા રાખો

કોઈ પણ પ્રકારની ધાતુ કે વિજળીના સામાનને અડશો નહિ. ઘરમાં મિણબત્તી અને માચિસની વ્યવસ્થા રાખો, ભૂલથી પણ કેરોસીનનો ઉપયોગ ના કરશો. જો તમે કારમાં છો તો એવી જગ્યાએ કાર પાર્ક ના કરશો જ્યાં તેની ઉપર વૃક્ષ હોય. વૃક્ષ પડવાથી કારને ખતરો થઈ શકે છે. વાવાઝોડુ આવતી વખતે જો તમે ગાડીની અંદર હોવ તો ધ્યાન રાખો કે બારી દરવાજા અંદરથી વ્યવસ્થિત બંધ હોય.

વાવાઝોડા અંગે હંમેશા એલર્ટ રહો

વાવાઝોડા અંગે હંમેશા એલર્ટ રહો

વાવાઝોડા વખતે ગાડીની અંદર રેડિયો ન ચલાવો. આમ કરવાથી તમે આસમાની વિજળીની ચપેટમાં આવી શકો છો. વાવાઝોડા વખતે નહાવાનું ટાળવુ જોઈએ કારણકે પાણીમાં કરંટ જલ્દી આવે છે. પાણીથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. વાવાઝોડા જેવા પરિસ્થિતિઓથી બચવાનો સૌથી સારો વિકલ્પ એ છે કે આ દરમિયાન તમે ઘરમાંથી બહાર ન નીકળો. જો ઓફિસમાં હોવ તો વરસાદ બંધ થવાની રાહ જુઓ. જો ઘરમાંથી બહાર નીકળવુ ખૂબ જ જરૂરી હોય તો હવામાનની જાણકારી અને અપડેટ સાથે જ બહાર નીકળો અને મોબાઈલ પર પળેપળની જાણકારી લેતા રહો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X