પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં એક પોલિંગ બૂથ પર ફાયરિંગ, 2 સુરક્ષાકર્મી ઘાયલ
પૂર્વ મિદનાપુરમાં એક પોલિંગ બૂથ પર હિંસાના સમાચાર છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કા માટે 30 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. સવારે 7 વાગ્યાથી બંગાળમાં વોટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. આ દરમિયાન પૂર્વ મિદનાપુરમાં એક પોલિંગ બૂથ પર હિંસાના સમાચાર છે. માહિતી મુજબ ભગવાનપુર વિધાનસભા ક્ષેત્રના સત્સતામલ પોલિંગ બૂથ પર ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં 2 સુરક્ષાકર્મીના ઘાયલ થવાની માહિતી છે.

ભાજપ અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપ
આ ઘટના માટે ટીએમસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ કાર્યકર્તાઓએ મિદનાપુરના ઘણા પોલિંગ બૂઝ પર કબ્જો કરી લીધો છે અને વોટરોને વોટ આપવાથી રોકી રહ્યા છે. આના માટે ટીએમસીએ ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી દીધી છે કે મતદાનના પહેલા કલાકમાં વોટિંગ ઓછુ થઈ રહ્યુ છે. વળી, ભાજપનો ટીએમસી પર આરોપ છે કે મમતાના લોકોએ અરગોલા પંચાયત વિસ્તારમાં લોકોને આતંકિત કરવાની કોશિશ કરી છે.
ઉત્તરકાથીમાં ભાજપના 4 કાર્યકર્તા ઘાયલ
વળી, બીજી તરફ ઉત્તર કાંથી વિસ્તારમાં પણ બૂથ નંબર 178 પર થયેલા એક હુમલામાં ભાજપના 4 કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકર્તા અહીં મતદાન પ્રક્રિયાને રોકવા માટે પોલિંગ બૂથમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા. પશ્ચિમ મિદનાપુરના બૂથ નંબર 167 પર પણ ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓમાં ઝડપના સમાચાર છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે અહીં ભાજપના કાર્યકર્તાઓએ પોલિંગ સ્ટેશનની અંદર ઘૂસ્યા અને મતદારોને અંદર જવાથી રોક્યા. એટલુ જ નહિ અહીં અધિકારીઓ પણ કાર્યકર્તાઓનુ સમર્થન કરી રહ્યા છે.
East Midnapore: 2 security personnel injured in a firing incident at Satsatmal, Bhagwanpur assembly constituency, early morning today, ahead of voting for West Bengal polls
— ANI (@ANI) March 27, 2021
Those associated with TMC trying to terrorise ppl in Argoal panchayat area: Anup Chakraborty,BJP Dist Pres pic.twitter.com/FQNiKUjtff












Click it and Unblock the Notifications
