For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીરભૂમ હિંસા મામલે CBI તપાસની માંગ પર કોલકત્તા હાઈકોર્ટમાં આજે ચુકાદો

આજે કોલકત્તા હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે કે શું આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ કે નહિ.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં જે રીતે આઠ લોકોને ઘરમાં સળગાવીને મારી નાખવામાં આવ્યા તે બાદથી બંગાળમાં આ ઘટના સામે પ્રદર્શન થઈ રહ્યા છે. 22 માર્ચે બનેલી આ ઘટનામાં મહિલાઓ અને બાળકોને પણ આગળમાં હોમી દેવામાં આવ્યા. આ ઘટના પહેલા ટીએમસીના એક નેતાની એક દિવસ પહેલા હત્યા કરી દેવામાં આવી હતી, જેના આગલા દિવસે જ આ ઘટના સામે આવી. આ ઘટના પર આજે કોલકત્તા હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે કે શું આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ કે નહિ.

Kolkatta HC

તમને જણાવી દઈએ કે બીરભૂમની આ ઘટનામાં બે બાળકો અને એક નવપરિણીત જોડાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. ઑટોપ્સી રિપોર્ટ મુજબ પીડિતોના સળગાવતા પહેલા મારી દેવામાં આવ્યા હતા. ઘટના બાદ પશ્ચિમ બંગાળ સરકારે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી અને 20 લોકોની ધરપકડ કરી. સાથે જ પીડિત પરિવારને 5 લાખ રુપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ. વળી, આ કેસમાં કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આજે 2 વાગે આ કેસની સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યુ છે.

કોર્ટે નિર્દેશ આપ્યા છે કે ડિસ્ટ્રીક્ટ જજની હાજરીમાં ઘટના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી ત્યાં થતી ઘટનાઓ પર 24 કલાક નજર રાખી શકાય. સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે કેસમાં નજરે જોનારા સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પક્ષ કોલકત્તા હાઈકોર્ટમાં ગયા હતા. ભાજપે કોર્ટને કહ્યુ હતુ કે તે નિર્ણય કરે કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઈએ કે નહિ. કોર્ટ આજે આના પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.

English summary
West Bengal Birbhum incident calcutta high court to give its order.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X