For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નંદીગ્રામમાં પોલિંગ બૂથથી મમતા બેનર્જીએ રાજ્યપાલને કર્યો ફોન, કહ્યુ - લોકોને મત નથી આપવા દેતા

વ્હીલચેર પર પહોંચેલા મમતા બેનર્જીએ કહ્યુ છે કે કેન્દ્રીય સુરક્ષાબળોના સંરક્ષણમાં ભાજપના લોકો હોબાળા કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કા માટે મત આપવામાં આવી રહ્યા છે. આ તબક્કામાં નંદીગ્રામ સીટ પણ શામેલ છે જ્યાંથી ટીએમસી ઉમેદવાર તરીકે સીએમ મમતા બેનર્જી ઉમેદવાર છે. નંદીગ્રામમાં ઘણી જગ્યાઓએ હોબાળાના સમાચાર વચ્ચે મમતા બેનર્જીએ પણ પોલિંગ બૂથ પહોંચીને સ્થિતિનુ નિરીક્ષણ કર્યુ છે. વ્હીલચેર પર પહોંચેલા મમતા બેનર્જીએ કહ્યુ છે કે કેન્દ્રીય સુરક્ષાબળોના સંરક્ષણમાં ભાજપના લોકો હોબાળા કરી રહ્યા છે. તેમણે ફોન પર રાજ્યપાલ જગદીપ ધનખડને પણ ફરિયાદ કરી.

mamta

નંદીગ્રામમાં મમતા બેનર્જી જ્યારે એક પોલિંગ બૂથ પર પહોંચ્યા તો ભાજપ કાર્યકર્તાઓ નારેબાજી કરવા લાગ્યા જેના કારણે અહીં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ. ત્યારબાદ સુરક્ષાબળોએ હોબાળો કરી રહેલા લોકોને ત્યાંથી ખસેડ્યા. મમતા બેનર્જીએ હોબાળા માટે કહ્યુ કે નંદીગ્રામમાં બહારના ગુંડાઓ ઘૂસી ગયા છે. જેના પર કાબુ ખૂબ જરૂરી છે. ઉત્તર પ્રદેશ અને બિહારથી અહીં લોકો લાવ્યા છે જે સતત સ્થિતિને બગાડવા માંગે છે અને તેમને કેન્દ્રીય સુરક્ષાબળોનો સાથ મળી રહ્યો છે. બૂથથી જ રાજ્યપાલ ધનખડને તેમણે ફોન કર્યો અને કહ્યુ કે બહારના લોકો બૂથો પર કબ્જો કરી રહ્યા છે, લોકલ લોકોને વોટ આપવા નથી દઈ રહ્યા. એવામાં નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થશે, તમે આ મામલાને જુઓ.

આજે થઈ રહ્યુ છે બીજા તબક્કાનુ મતદાન

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં આજે 30 સીટો પર મત આપવામાં આવી રહ્યા છે. જે 30 સીટો પર બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યુ છે તેમાં પશ્ચિમ મેદિનીપુરની નવ, સાઉથ 24 પરગણાની ચાર, બાંકુરાની આઠ અને પૂર્વ મેદિનીપુરની નવ સીટો છે. સૌથી વધુ નજર નંદીગ્રામની સીટ છે. અહીં ટીએમસીથી સીએમ મમતા બેનર્જી, ભાજપના સુવેન્દુ અધિકારી જ્યારે લેફ્ટના મીનાક્ષી મુખર્જી ઉમેદવાર છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ સીટના પરિણામ મમતા બેનર્જી અને સુવેન્દુના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરવાના છે. આ સીટ પર સવારથી જ સતત હોબાળાની પણ સૂચનાઓ મળી રહી છે.

રાહુલ ગાંધી - મધ્યમ વર્ગની બચત પર વ્યાજ ઘટાડીને લૂટ કરાશેરાહુલ ગાંધી - મધ્યમ વર્ગની બચત પર વ્યાજ ઘટાડીને લૂટ કરાશે

English summary
West Bengal CM Mamata Banerjee visits polling booth in Nandigram says People who raising slogans came from Bihar UP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X