બંગાળઃ CM મમતા બેનર્જીના નવા મંત્રી આજે લેશે શપથ, મંત્રીમંડળમાં દિગ્ગજો સાથે 18 નવા ચહેરા શામેલ, જુઓ લિસ્ટ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારંભ છે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારંભ છે. મમતા બેનર્જીના મંત્રીમંડળમાં આજે 43 મંત્રી શામેલ થઈ રહ્યા છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરી રહ્યા છે. 43 મંત્રીઓમાં 25 જૂના ચહેરા છે અને 18 નવા લોકોને શામેલ કરવામાં આવશે. આ 43માંથી 24 કેબિનેટ મંત્રી હશે, 10 સ્વતંત્ર પ્રભાર(રાજ્યમંત્રી) હશે અને 9 રાજ્યમંત્રીના શપથ લેશે. ચંદ્રિમા ભટ્ટાચાર્ય, શશિ પાંજા, ફરહાદ હકીમ, સુબ્રત મુખર્જી, પાર્થ ચેટર્જી, સુજીત બોસ અને અરુપ વિશ્વાસ ફરીથી મંત્રી બનવા જઈ રહ્યા છે. શપથ ગ્રહણ સવારે 10 વાગીને 45 મિનિટે રાજભવનમાં થશે. અમિત મિત્રા સહિત બે મંત્રી સોમવારે (10મે)ના રોજ વર્ચ્યુઅલ શપથ લેશે. અમિત મિત્રાની તબિયત સારી નથી અને બ્રત્યા બોસ કોરોના સંક્રમિત હતા.

mamata

પશ્ચિમ બંગાળઃ 24 કેબિનેટ મંત્રીઓનુ લિસ્ટ

સુબ્રત મુખર્જી, પાર્થ ચેટર્જી, ડૉ.માનસ ભુઈયા, સોમેન મહાપાત્ર, અમિત મિત્રા, સપન દેબનાથ, સિદ્દિકુલ્લા ચૌધરી, રથીન ઘોષ, શશિ પાંજા, અરુપ વિશ્વાસ, મલય ઘટક, બ્રાત્ય બસુ, ગુલામ રબ્બાની, સાધન પાંડે, ઉજ્વલ વિશ્વાસ, ચંદ્રનાથ સિંહ, પુલક રાય, જાવેદ ખાન, બંકિમ ચંદ્ર હાજરા, શોભનદેવ ચટ્ટોપાધ્યાય, જ્યોતિપ્રિય મલ્લિક, અરુપ રાય, વિપ્લવ મિત્ર, ફિરહાદ હકીમ કેબિનેટ મંત્રી બનશે.

રાજ્ય મંત્રીઓના લિસ્ટ

રાજ્ય મંત્રીઓની શપથ લેનાર નેતાઓના નામ આ પ્રકારે છે. મનોજ તિવારી, પરેશ ચંદ્ર અધિકારી, વીરવાહા હાંસદા, દિલીપ મંડલ, જાસ્મીન શબીના, શિઉલી સાહા, જ્યોત્સના મંડી, શ્રીકાંત મહતો અને અખરુજ્માં.

આ હશે સ્વતંત્ર પ્રભાર(રાજ્ય મંત્રી)

સ્વતંત્ર પ્રભાર(રાજ્ય મંત્રી)ની શપથ લેનાર નેતાઓના નામ આ પ્રકારે છે. ઈંદ્રનીલ સેન, ચંદ્રિમા ભટ્ટાચાર્ય, સુજીત બોસ, સુબ્રત સાહા, અખિલ ગિરિ, બેચારામ મન્ના, સંધ્યારાની ટુડુ, બુલુ ચિક બરાઈ, હુમાયુ કબીર અને રત્ના દે નાગ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X