પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અંગે જાણવા જેવી તમામ મહત્વની વાતો

Written By:
Subscribe to Oneindia News

ચૂંટણી પંચ દ્વારા ઉત્તરપ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આજે બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યોના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ આ ચૂંટણી કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી. આ વખતે ચૂંટણી પંચે પાંચેય રાજ્યોની ચૂંટણીને લઇને ખાસ રણનીતિ ઘડી છે. પોલિંગ બૂથની સુરક્ષાનો મામલો હોય કે ઉમેદવારોના ચૂંટણીમાં પ્રચાર કરવાની ખર્ચને સિમિત કરવાની વાત હોય, ચૂંટણી પંચે તમામ વાતોનું ધ્યાન રાખ્યું છે.

અહીં વાંચો - 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની થઇ જાહેરાત

પાંચ રાજ્યોની કુલ 690 વિધાનસભા સીટો પર મતદાન થશે. જેમાંથી 133 વિધાનસભા સીટો સુરક્ષિત સીટો છે. પાંચ રાજ્યો મળીને કુલ 16 કરોડ વોટર વોટિંગ કરશે. આ વખતેની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ઘણા નવા મુદ્દાઓ જોડવામાં આવ્યા છે. આવો નાંખીએ એક નજર એ બાબતો પર જે આ વખતે પહેલીવાર ચૂંટણીમાં ઉમેરવામાં આવી છે..

voting

આ વખતના મતદાનમાં શું છે નવું?

 •  મતદારોને આપવામાં આવશે ફોટો વોટર સ્લિપ
 • 5 રાજ્યોમાં કુલ 2 લાખ 85 મતદાન કેન્દ્રો બનાવવામાં આવશે.
 • વોટર અસ્ટિસ્ટંસ બૂથ પણ બનાવવામાં આવશે
 • મતદારોને વોટર આઇકાર્ડ આપવામાં આવી રહ્યાં છે
 • તમામ પરિવારોને રંગીન વોટર ગાઇડ પણ આપવામાં આવશે
 • તમામ સીટો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે
 • ઘણી સીટો પર ઇવીએમમાં ઉમેદવારના નામની સાથે ફોટો પણ દેખાશે
 • ઇવીએમ નોટાનો ઉપયોગ પણ કરી શકાશે
 • કેટલાક સ્થળોએ મહિલાઓ માટે અલગ વોટિંગ બૂથ
 • ગોવામાં મતદારો જાણી શકશે કે કોને વોટ અપાયો છે
 •  ઉમેદવારી નોંધાવતી વખતે ઉમેદવારે પોતાનો ફોટો આપવો ફરજિયાત છે
 • દરેક મતદાન કેન્દ્ર પર મતદાન સંબંધિત સૂચનાઓ આપતા ચાર પોસ્ટર લગાવવામાં આશે
 • લગભગ 100 ટકા મતદારો પાસે ફોટાવાળા આઇડી કાર્ડ ઉપલબ્ધ છે
 • ગોવા-મણિપુરમાં ઉમેદવારો માટે ખર્ચની સીમા 20 લાખ
 • યુપી, પંજાબ, ઉત્તરાખંડમાં ઉમેદવારો માટે ખર્ચની સીમા 28 લાખ
 • ઉમેદવારોએ ખાતરી આપવાની રહેશે કે તેમના નામે વીજળી, પાણી કે ભાડાનું કોઇ ઋણ બાકી નથી
 • ઉમેદવારોએ ખાતરી આપવાની રહેશે કે તેઓ વિદેશી નાગરિક નથી
 • 20 હજારથી વધુ ખર્ચની ચૂકવણી ચેકથી કરવાની રહેશે
 • 20 હજારની લોન કે દાન ચેક કે ડ્રાફ્ટથી લેવાનું રહેશે
 • પાર્ટી ઉમેદવારના ટીવી ચેનલના પ્રચારમાં સામે સખત વલણ, આનો ખર્ચો પણ ચૂંટણીના ખર્ચમાં ઉમેરાશે
 • અલગ બેંક એકાઉન્ટ ખોલી ઉમેદવારો ખર્ચ કરી શકે છે
 • ઉમેદવારો પ્લાસ્ટિકની સામગ્રીનો ઉપયોગ નહીં કરી શકે
 • ચૂંટણીમાં શોરબકોર ન થાય એું ધ્યાન ઉમેદવારોએ રાખવાનું રહેશે.
 • આ ચૂંટણીઓમાં ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે
 • વોટર એજ્યૂકેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે
 • સ્થાનિક પોલીસની સાથે જ અર્ધ સૈનિક દળ પણ ખડેપગે હાજર રહેશે

27. પાંચ રાજ્યોમાં 16 કરોડ મતદારો કરશે મતદાન

English summary
What are the new features in five state assembly elections 2017.
Please Wait while comments are loading...