Live : 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની થઇ જાહેરાત
ચૂંટણી આયોગ આજે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે 5 રાજ્યોમાં 16 કરોડ મતદાતાઓ આ ચૂંટણીમાં ભાગ લેશે. ત્યારે ચૂંટણી પંચે આ અંગે શું કહ્યું જાણો અહીં...
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સમેત ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર એમ પાંચ રાજ્યોમાં હાલ તત્કાલિક આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. અને સાથે જ ચૂંટણી પંચે આ તમામ રાજ્યમાં ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ આ અંગે વધુ વાંચો અહીં....

ગોવા - 4 ફેબ્રુઆરી 2017
ગોવામાં નામ પાછા લેવાની છેલ્લી તારીખ છે 21 જાન્યુઆરી અને ચાર ફેબ્રુઆરીએ અહીં મતદાન થશે. ગોવામાં 11 જાન્યુઆરીથી નામંકન પ્રક્રિયા શરૂ થશે જેની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી છે. ગોવામાં એક જ ચરણમાં મતદાન થશે. અને 11 માર્ચ 2017ના રોજ અહીં મતગણતરી કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં 7 ચરણોમાં મતદાન થશે. 11 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 23 ફેબ્રઆરી, 27 ફેબ્રુઆરી, 4 માર્ચ અને 8 માર્ચના રોજ અહીં મતદાન કરવામાં આવશે. 11 માર્ચ 2017ના રોજ અહીં 403 સીટો માટે મતગણતરી કરવામાં આવશે.

મણિપુર
મણિપુરમાં બે ચરણોમાં મતદાન થશે. 4 માર્ચે અને 8 માર્ચે અહીં મતદાન કરવામાં આવશે. 11 માર્ચ 2017ના રોજ અહીં મતગણતરી કરાશે.

પંજાબ
પંજાબમાં 117 બેઠકો માટે 4 ફેબ્રુઆરી 2017ના રોજ મતદાન થશે. અને 11 માર્ચ 2017ના રોજ મતગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે અહીં હાલમાં 56 સીટો પર અકાલી દળ, 12 પર ભાજપ અને 46 સીટો પર કોંગ્રેસ અને 3 સીટો પર નિર્દલીય ઉમેદવાદ છે.

ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં 15 ફેબ્રુઆરી 2017ના રોજ મતદાન થશે. કુલ 70 બેઠકો પર મતગણતરી 11 માર્ચ 2017ના રોજ કરાશે. હાલ અહીં 32 બેઠકો પર કોંગ્રેસ, 31 પર ભાજપ, 3 પર બસપા, 1 પર યુકેડી અને 3 પર નિર્દલીય ઉમેદવાર છે.

પાંચ રાજ્ય
પાંચ રાજ્યોમાં હાલ તાત્કાલિક પ્રભાવથી આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. નોંધનીય છે કે 16 કરોડ લોકો આ 5 રાજ્યોની ચૂંટણીમાં મતદાન કરશે. પાંચ રાજ્યોમાં 1.85 લાખ પોલિંગ બૂથ દ્વારા મતદાન થશે. નોંધનીય છે કે 5 રાજ્યોમાં 690 વિધાનસભા સીટો માટે ચૂંટણી લડવામાં આવશે.












Click it and Unblock the Notifications
