For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સરકાર દ્વારા 1337 કરોડના દંડ મુદ્દે ગૂગલે શું કહ્યું?

ભારત સરકાર દ્વારા ગૂગલને1338 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૂગલ પર આરોપ છે કે તેને તેની બજારમાં મજબુત વ્યાપારી સ્થિતીનો ફાયદો ઉઠાવ્યો છે. આ આરોપને લઈને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ગૂગલ પર કાર્યવાહી કરી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા ગૂગલને1338 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૂગલ પર આરોપ છે કે તેને તેની બજારમાં મજબુત વ્યાપારી સ્થિતીનો ફાયદો ઉઠાવ્યો છે. આ આરોપને લઈને ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ગૂગલ પર કાર્યવાહી કરી હતી. હવે આ મુદ્ગે ગૂગલનું સત્તાવાર નિવેદન સામે આવ્યુ છે.

Google

ભારત સરકાર દ્વારા કાર્યવાહી કરાયા બાદ ગૂગલે તેના નિવેદનમાં કહ્યું છે કે, તે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની સમિક્ષા કરશે. આ સિવાય કંપનીએ આ દંડને ભારતીય ગ્રાહકો અને વ્યાપાર માટે મોટો ઝટકો ગણાવ્યો છે. હવે ગૂગલ આગળના કદમ માટે આ નિર્ણયની સમિક્ષા કરશે.

ગુરુવારે, એન્ટિ-ટ્રસ્ટ વોચડોગ CCI એ એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેક્ટરમાં બજારોમાં તેની મજબૂત સ્થિતિનો દુરુપયોગ કરવા બદલ Googleને ₹1,337.76 કરોડનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય સીસીઆઈએ અગ્રણી ઈન્ટરનેટ કંપનીને અન્યાયી વ્યાપારી ગતિવિધિઓને રોકવાનો નિર્દેશ આપ્યો છે. કમિશને ગુરુવારે જણાવ્યું કે, ગૂગલને નિર્ધારિત સમયમર્યાદામાં તેના સંચાલનની રીતમાં સુધારો કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

English summary
What did Google say about the fine of 1337 crores by the Indian government?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X