For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના લૉકડાઉન ખોલવા અંગે ICMRએ શું કહ્યું? - Top News

કોરોના લૉકડાઉન ખોલવા અંગે ICMRએ શું કહ્યું? - Top News

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કોરોના વાઇરસ

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે અને મોટાભાગના રાજ્યોમાં (આંશિક) લૉકડાઉન અને રાત્રી કર્ફ્યૂ સહિતના નિયંત્રણો પ્રવર્તમાન છે.

દરમિયાન 'ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ અનુસાર આઈસીએમઆર (ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ રિસર્ચ)ના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવાનું કહેવું છે કે દેશમાં હવે 300થી વધુ એટલે કે અડધાથી વધુ જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો દર 5 ટકાથી ઓછો થયો છે.

તેમણે કહ્યું કે છેલ્લા 7 દિવસની સરેરાશમાં સંક્રમણનો દર 5 ટકાથી ઓછો થયો છે. જેથી આ જિલ્લાઓમાં કેટલાક નિયમો સાથે અનલૉક કરી શકાય છે.

આ માટે તેમણે કહ્યું કે 60થી વધુ વય ધરાવતા અને 45થી વધુ વય ધરાવતા કૉ-મોર્બિડ વ્યક્તિઓની 70 ટકા જનસંખ્યાનું રસીકરણ તથા કોવિડ મામલેના સુરક્ષા નિયમો પાળીને અનલૉક કરી શકાય છે.

તેમણે કહ્યું કે એક સપ્તાહ પહેલા 5 ટકાથી ઓછો સંક્રમણ ધરાવતા જિલ્લાઓની સંખ્યા ઓછી હતી પરંતુ હવે આ સંખ્યા વધી છે.

તેમણે કહ્યું કે કે, જે જિલ્લામાં પૉઝિટિવીટીનો દર 5 ટકાથી નીચે હોય અને કોમોર્બિડીટી ધરાવતા લોકો પૈકી 70 ટકાનું રસીકરણ થઈ ગયું હોય તે ત્યાં ધીમે ધીમે અનલૉક કરી શકાય છે. જો રસીકરણ ન થયું હોય તો પહેલાં તે કરીને અનલૉક શરૂ કરુવું જોઈએ.


મેહુલ ચોક્સીને ભારત લાવવામાં કાયદાકીય મામલો અવરોધરૂપ બન્યો

મેહુલ ચોક્સીના વકીલે ડૉમિનિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું છે કે તેઓ ભારતના નાગરિક નથી.

પંજાબ નેશનલ બૅન્કના 1400 કરોડના કૌભાંડના કેસમાં આરોપી બિઝનેસમૅન મેહુલ ચોક્સી હાલ ડૉમિનિકામાં પોલીસની હિરાસતમાં છે. તેમને ભારત લાવવા માટે તૈયારીઓ ચાલુ છે.

પરંતુ 'એનડીટીવી’ના અહેવાલ અનુસાર કાયદાકીય મામલો મેહુલ ચોક્સીને ભારત લાવવામાં અવરોધરૂપ બન્યો છે.

ડૉમિનિકાની સુપ્રીમ કોર્ટમાં મેહુલ ચોક્સીના વકીલે અરજી કરતા મામલો જટિલ બન્યો છે.

મેહુલ ચોક્સીના વકીલનું કહેવું છે કે તેમના અસીલ એન્ટિગુઆના નાગરિક છે અને ભારતીય નથી.

ભારત તરફથી દલીલ કરાઈ છે કે, મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા ત્યજવા માટે જરૂરી પ્રક્રિયા પૂરી નહોતી કરી અને ગૃહમંત્રાલયે તેને મંજૂર નથી કરી. આથી તેઓ હજુ પણ ભારતીય નાગરિક જ છે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે. ભારત તરફથી રૉ, સીબીઆઈ, અને ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિતની ટીમ એન્ટિગુઆમાં છે, જે મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા સક્રિય છે.


ભારતમાં હવે કોરોનાનો માત્ર એક વેરિયન્ટ ચિંતાજનક શ્રેણીમાં મૂકાયો

કોરોના વાઇરસનો પ્રકાર

'હિંદુસ્તાન ટાઇમ્સ’ મુજબ ભારતમાં મળી આવેલા કોરોના વાઇરસના વેરિયન્ટ B.1.617ને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૅરિયન્ટ ઑફ કન્સર્ન એટલે કે ચિંતાજનક વાઇરસ પ્રકાર તરીકે ગણવામાં આવ્યો છે.

એટલે તે તેના તમામ મ્યુટેશન આ શ્રેણીમાં હતા. જોકે હવે સંસ્થાએ કહ્યું કે માત્ર B.1.617.2 એકમાત્ર પ્રકાર ચિંતાજનક છે. બાકીના વેરિયન્ટ એટલી ઝડપથી સંક્રમણ નથી ફેલાવતા.


પીએફ ધારકોના ખાતામાં 8.5 ટકા વ્યાજ જમા થશે?

કોરોના મહામારીની શરૂઆતના ત્રણ મહિનામાં 80 લાખ લોકોએ પીએફના પૈસા ઉપાડી મહિનાઓ સુધી ગુજરાત ચલાવ્યું છે.

'ઝી બિઝનેસ’ના રિપોર્ટ અનુસાર કોરોના વાઇરસના સમયગાળા દરમિયાન કર્મચારી ભવિષ્યનિધિ સંગઠને ખાતાધારકોને એક નિશ્ચિત રકમ ઉપાડવા માટે છુટ આપી છે. જેમાં જમા પીએફની 70 ટકા સુધી રકમ ઉપાડી શકાશે.

વળી બીજી તરફ શ્રમ મંત્રાલય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ ક્રૅડિટ કરવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જુલાઈ મહિનામાં વ્યાજ ક્રૅડિટ કરવામાં આવે એવા અહેવાલ છે. આનો લાભ છ કરોડ સરકારી કર્મચારીઓને મળી શકે છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=Xq9E_uN2Lmo

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What did the ICMR say about opening the Corona lockdown?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X