મમતા બેનર્જીના બંગાળમાં એકલા ચૂંટણી લડવાના નિર્ણય પર એનસીપીએ શું કહ્યું?
ઈન્ડિયા ગઠબંધનમાં વિવાદો વધી રહ્યા છે. હવે મમતા બેનર્જીએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે એનસીપીએ મમતા બેનર્જીનું સમર્થન કર્યુ છે.
શરદ પવારની NCP એ મમતા બેનર્જીની બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાતને ટેકો આપ્યો છે. પાર્ટીના મતે ટીએમસીનું આ સ્ટેન્ડ રણનીતિનો ભાગ હોઈ શકે છે.

મહારાષ્ટ્રમાં શરદ પવારની આગેવાની હેઠળની NCPએ દાવો કર્યો છે કે ઈન્ડિયા ગઠબંધન હજુ પણ બીજેપી સામે એકજૂટ છે. આ પહેલા બુધવારે TMC સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ રાજ્યમાં એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
શરદ પવાર જૂથના એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ મુંબઈમાં કહ્યું કે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી ઈન્ડિયા એલાયન્સનો મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ અમારી સાથે છે અને અમે બીજેપી સામે મજબૂતીથી લડીશું.
તેમણે કહ્યું કે, જો મમતાજીએ કોઈ નિવેદન આપ્યું છે તો તે રણનીતિનો ભાગ હોઈ શકે છે. ઈન્ડીયા એલાયન્સમાં કોઈ વિવાદ નથી. તેમના મતે પ્રાદેશિક પક્ષોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ વિપક્ષી ગઠબંધનને મજબૂત કરશે.
મમતા બેનર્જીના એક નિવેદને વિપક્ષી દળોમાં હોબાળો મચાવ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે મેં તેમને (કોંગ્રેસ) એક પ્રસ્તાવ (સીટ વહેંચણી અંગે) આપ્યો હતો, પરંતુ તેઓએ તેને શરૂઆતમાં જ ફગાવી દીધો. હવે અમારી પાર્ટીએ બંગાળમાં એકલા જ જવાનો નિર્ણય કર્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હવે અમે બંગાળમાં કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નહીં રાખવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસને 300 સીટો પર એકલા હાથે લડવા દો. બાકીની વાત કરીએ તો પ્રાદેશિક પક્ષો સાથે મળીને ચૂંટણી લડી શકે છે. અમે બંગાળમાં તેમની તરફથી કોઈ દખલ સહન નહીં કરીએ.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશવાની છે ત્યારે મમતા કોંગ્રેસથી નારાજ છે. મમતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને સૌજન્યથી પણ માહિતી આપવાની જરૂર નથી લાગતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
