નવી સંસદ અંદરથી કેવી દેખાય છે? લોકાર્પણ પહેલા ભવનની પહેલી ઝલક સામે આવી
આઝાદી બાદ હવે દેશનું નવુ સંસદ ભવન બનીને તૈયાર થયુ છે. વિવાદો વચ્ચે પીએમ મોદી રાષ્ટ્રપતિને સાઈડલાઈન કરીને ખુદ નવા સંસદ ભવનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે હવે આ સંસદ ભવનની ઝલક સામે આવી છે.

નવા સંસદ ભવનની પ્રથમ ઝલક સામે આવી છે. વીડિયોમાં નવુ સંસદ ખૂબ જ ભવ્ય દેખાઈ રહ્યુ છે. આ વીડિયો નવી સંસદ અંદરથી શુટ કરવામાં આવ્યો છે. નવુ સંસદ ભવનમાં તમ્મ આધુનિક સુવિધાઓ હશે.
નવી સંસદની પ્રથમ ઝલક તેના ઉદ્ઘાટનના બે દિવસ પહેલા જ સામે આવી છે. દેશની નવી સંસદ અંદરથી ઘણી મોટી દેખાઈ રહી છે. આ નવા સંસદ ભવનનુું રવિવારે લોકાર્પણ થશે.
#WATCH | Delhi: First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28.#NewParliamentBuilding pic.twitter.com/ouZoz6dLgu
— ANI (@ANI) May 26, 2023
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો 19 વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની તમામ પાર્ટીઓ આ સંસદ ભવનના લોકાર્પણને રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની તાનાશાહી પર અડગ છે અને ખુદ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
