શું હોય છે 'વાદળ ફાટવાં'નો મતલબ, કેમ થાય છે તેનાથી તબાહી? જાણો
શું હોય છે 'વાદળ ફાટવાં'નો મતલબ, કેમ થાય છે તેનાથી તબાહી? જાણો
દેહરાદૂનઃ આજે ફરી એકવાર પૂરને કારણે ઉત્તરાખંડમાં ભારે નુકસાન થયું છે, અહીંના આઠ જિલ્લામાં ભારે વરસાદના કારણે ભારે તબાહી મચી છે, ઉત્તરકાશીના મોરી ક્ષેત્રમાં રવિવારે વાદળ ફાટ્યાં હતાં, આ ઘટનામાં 17 લોકોનાં મોત થયાં છે જ્યારે 22 લોકો લાપતા છે, જ્યારે કેટલાંય ઘર જમીનદોસ્ત ઈથ ગયાં છે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, હાલ ભારે વરસાદનું અલર્ટ રાજ્યમાં આજે પણ ચાલુ છે અને લોકોને સાવધાન રહેવા માટે કહી દેવામાં આવ્યું છે.

આવી કોઈ પહેલી ઘટના નથી
વાદળ ફાટવાની આ કોઈ પહેલી ઘટના નથી, આવી કેટલીય ઘટનાઓ હંમેશા આપણને સાંભળવા મળતી હોય છે, માટે જ્યારે પણ આવા પ્રકારની ઘટનાઓ સામે આવે છે તો સૌકોઈના મનમાં એક જ સવાલ ઉઠતો હોય છે કે આખરે વાદળ ફાટવાંનો મતલબ શું થાય છે? જો તમારા મનમાં પણ આવો સવાલ ઉઠી રહ્યો હોય તો આગળ જાણો આ સવાલનો જવાબ..

શું હોય છે વાદળ ફાયવાનો મતલબ?
વાદળ ફાટવું એક પ્રાકૃતિક ઘટના છે, જ્યારે વાદળ ફાટે છે ત્યારે અચાનક તેજ વરસાદ શરૂ થઈ જાય છે અને હાલાત પૂરઅને તોફાન જેવા થઈ જાય છે. આ બધું 'પ્રેગ્નેન્ટ ક્લાઉડ'ને કારણે થાય છે. પ્રેગ્નેન્ટ ક્લાઉડનો મતલબ કે પાણીથી ભરેલું વાદળ, જે કોઈ અન્ય વાદળ સાથે કે ટકરાય તો પ્રલયના રૂપમાં વરસે છે.

વાદળ ફાટવા પર આવે છે પૂરનો પ્રકોપ
હવામાન વૈજ્ઞાનિકો મુજબ વાદળ ભારે માત્રામાં નમી એટલે કે પાણી લઈને આકાશમાં ચાલે છે અને તેના રસ્તામાં કોઈ અડચણ આવી જાય છે, ત્યારે તે અચાનક ફાટી પડે છે એટલે કે તેજીથી દબાણ આવી જાય ચે. એામાં કેટલાય લાખ ગેલન પાણી એક સાથે પૃથ્વી પર પડે છે, તે પણ એક સીમિત વિસ્તારમાં. આનાથી તેજ પ્રવાહ વાળું પૂર આવી જાય છે.

પહાડો પર આવી ઘટના વધુ બને છે
વાદળ ફાટવાની મોટા ભાગની ઘટનાઓ પહાડી વિસ્તારમાં વધુ થાય છે. જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર વગેરે વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. 100 મિલીમીટર પ્રતિ કલાકથી વરસાદ વરસાદ વાદળ ફાટવાના કારણે થતા વરસાદથી લગભગ 100 મિલીમીટર પ્રતિ કલાકના દરે થાય છે, જેને કારણે ભારે તબાહી મચે છે.

ગરમ હવાની લહેર સાથે ટકરાવવું
વૈજ્ઞાનિકો મુજબ એવું જરૂરી નથી કે વાદળોની સામે કોઈ ઠોસ વસ્તુ આવી જાય ત્યારે જ તે ફાટે છે. વાદળાં ફાટવાનું બીજું કારણ ગરમ હવાની લહેર સાથે ટકરાવવું પણ છે. ભારતમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં પ્રેગ્નેન્ટ મૉનસૂન વાદળ ઉત્તર તરફ આગળ વધે છે, ત્યારે હિમાલયના ક્ષેત્રમાં આ વાદળો ફાટવાનો ખતરો વધુ રહેતો હોય છે.

શું છે ઉપાય
પ્રાકૃતિક સંતુલનને બનાવી રાખવાના પ્રયાસોની આવશ્યકતા છે અને જે સ્થલે વાદળ ફાટવાના ચાન્સ વધારે હોય છે તેવી જગ્યાએ બચાવ કાર્યોના વધુ ઈંતેજામ કરી રાખવા ખુબ જરૂરી છે.












Click it and Unblock the Notifications
