For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું છે સંત રામપાલ, ઇમામ બુખારી અને આસારામમાં સમાનતાઓ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): સંત રામપાલ, જામા મસ્જિદના ઇમામ બુખારી અને અત્યારે જેલની હવા ખાઇ રહેલા આસારામ બાપુમાં શું સમાનતાઓ છે? ચોક્કસ, આ બધામાં એક સમાનતા તો એ છે કે આ લોકો વાતો ધર્મ અને સત્યની કરે છે, પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરવામાં પણ તેમને કોઇ વાંધો નથી. આસારામ બાપુ જેલમાં છે. ક્યારે તેમને ત્યાંથી રાહત મળશે, કોઇ જાણતું નથી. પરંતુ તેમના પર રેપ જેવા ગંભીર આરોપ છે.

sant-rampal-asaram-bukhari

જેલની હવા ખાશે રામપાલ
અત્યાર સુધી રામપાલ પર હત્યાના આરોપ હતા, જેના માટે તેમને કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ પોતાને કાયદાથી ઉપર સમજનાર રામપાલે કહ્યું કે તેમના માટે કાયદો કશું જ નથી અને જ્યારે પોલીસે બળજબરી પૂર્વક ધરપકડનું ઓપરેશન શરૂ કર્યું તો પોલીસ અને સમર્થકો વચ્ચે હિંસામાં 10 લોકો મૃત્યું પામ્યા. સ્પષ્ટ છે તે 10 મોતના જવાબદાર પણ સંત રામપાલ છે. સંત રામપાલ પણ જેલની હવા ખાઇ શકે છે. પોતે સંત હોવાનો દાવો કરનાર વ્યક્તિ વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર હોય, આ શરમજનક છે.

ઇમામથી ડરે છે પોલીસ
હવે વાત દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીની. તેમના પણ બિન જામીન વોરંટ જાહેર કરી ચૂક્યાં છે, પરંતુ દિલ્હી પોલીસ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરી શકી નથી. શું દિલ્હી પોલીસ તેમનાથી ડરે છે... રાજધાનીના નામચીન સામાજિક કાર્યકર્તા પવન ધીર કહે છે કે કાયદો બધા માટે સરખો હોવો જોઇએ. સંત રામ પાલના આશ્રમથી જે પ્રકારે ગોળીઓ ચાલી તેનાથી સ્પષ્ટ છે કે સંત રામપાલ ધર્મની સાથે-સાથે તમામ ગડબડ પણ કરી રહ્યાં હતા. તેમણે એ વાતનો અફસોસ વ્યક્ત કર્યો કે ભારતમાં આસ્થાના નામ પર કાયદાનું ઉલ્લંઘન કરવું સામાન્ય થઇ ગયું છે.

સરકાર આપે આકરો સંદેશ
જાણકારો માને છે કે સંત રામપાલ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરીને સરકાર એક સારો સંદેશ આપી શકે છે. સંદેશ એ જશે કે ભલે દેશનું સંવિધાન બધાને પોતાની આસ્થાના અનુસાર કોઇ ધર્મને માનવાનો અધિકાર આપે છે, પરંતુ ધર્મના નામ પર લૂંટફાટ સ્વિકાર કરવામાં નહી આવે.

English summary
What is common among so called godmen Sant Ram pal, Asaram Bapu and Muslim priest Imam Bukhari? Are they above law of the land?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X