For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળવાખોર ધારાસભ્યો માટે ગુવાહાટીમાં 7 દિવસ માટે 70 રુમ બુક, જાણો કેટલો થઈ રહ્યો છે ખર્ચ

જે રીતે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા છે. તેના પર પણ એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આ ખર્ચ કોણ ઉઠાવી રહ્યુ છે. જાણો અહીં...

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી આસામનુ ગુવાહાટી ચર્ચામાં છે. જે રીતે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની હોટલમાં અડ્ડો જમાવ્યો છે તેણે મહાવિકાસ અઘાડીની સરકારના ભવિષ્ય પર તલવાર લટકાવી દીધી છે. એકનાથ શિંદેની આગેવાનીમાં 40થી વધુ ધારાસભ્ય ગુવાહાટી સ્થિત રેડિસલ બ્લુ હોટલમાં રોકાયા છે. અહીંથી આ ધારાસભ્યો તેમના નિવેદનો જાહેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરી રહ્યા છે અને એકતાનો સંદેશ આપી રહ્યા છે પરંતુ જે રીતે આ તમામ ધારાસભ્યો ગુવાહાટીની ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા છે. તેના પર પણ એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આ ખર્ચ કોણ ઉઠાવી રહ્યુ છે.

56 લાખ રુપિયાના રુમ

56 લાખ રુપિયાના રુમ

NDTVના સમાચાર મુજબ બળવાખોર ધારાસભ્યોએ 7 દિવસ માટે 70 રૂમ બુક કરાવ્યા છે. નોંધનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં આ તમામ ધારાસભ્યો પહેલા ગુજરાતમાં સુરત ગયા હતા ત્યાર બાદ તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા. નોંધનીય છે કે આ બંને રાજ્યો ભાજપ શાસિત રાજ્યો છે. જો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં 70 રૂમના ભાડાની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર તેનો કુલ ખર્ચ 56 લાખ રૂપિયા છે. આ સિવાય રોજનુ ભોજન અને અન્ય સેવાઓનો ખર્ચ 8 લાખ રૂપિયા છે.

7 દિવસ માટે 70 રુમ બુક

7 દિવસ માટે 70 રુમ બુક

રેડિસન બ્લુ હોટેલમાં કુલ 196 રૂમ છે. જેમાંથી 70 એકલા બળવાખોર ધારાસભ્યો અને તેમની ટીમ માટે બુક છે. મેનેજમેન્ટ હવે હોટલોમાં નવા બુકિંગ સ્વીકારી રહ્યુ નથી. જેમણે કોર્પોરેટ ડીલ્સ હેઠળ હોટલ બુક કરાવી છે તેમને પણ રોકવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં હોટલના બેંક્વેટને પણ બંધ કરી દેવામાં આવ્યુ છે. હોટલની અંદરની રેસ્ટોરાં પણ બંધ કરી દેવામાં આવી છે. તે ફક્ત એ લોકો માટે જ ખુલ્લુ છે જેઓ પહેલેથી જ અહીં રહે છે.

અન્ય ખર્ચ

અન્ય ખર્ચ

આવી સ્થિતિમાં આ સમગ્ર ઑપરેશનની વાત કરીએ તો હોટલનુ ભાડુ, ભોજન, અન્ય સેવાઓના ખર્ચ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, ચાર્ટર્ડ ફ્લાઇટનો ખર્ચ પણ વધારાનો છે. જો કે આ કિંમત કેટલી છે તે અંગેની માહિતી બહાર આવી નથી. તમને જણાવી દઈએ કે એકનાથ શિંદે હોટલમાં 40 ધારાસભ્યો સાથે રોકાયા છે. રિપોર્ટ મુજબ શિવસેના અને અપક્ષ ધારાસભ્યોની સંખ્યા 50ને પાર થઈ ગઈ છે. આ તમામ બળવાખોર ધારાસભ્યો માંગ કરી રહ્યા છે કે શિવસેનાએ એનસીપી-કોંગ્રેસ સાથેનુ જોડાણ ખતમ કરવુ જોઈએ. કેટલાક ધારાસભ્યો એવી પણ માંગ કરી રહ્યા છે કે ભાજપ સાથે સરકાર બનાવવી જોઈએ. જે રીતે 7 દિવસ માટે રૂમ બુક કરવામાં આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ધારાસભ્યો લાંબી લડત માટે તૈયાર છે.

English summary
What is the fare of rooms in Guwahati hotel where Shiv Sena rebel MLA's are camping.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X