For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કિસાન યુનિયનમાં સામે આવ્યો જૂથવાદ, ખેડૂત આદોલન પર કેવી પડશે અસર?

કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના 6 દિવસ બાદ એટલે કે 28 ઓગસ્ટના રોજ 9 મહિના પૂર્ણ થશે. ખેડૂતો હજૂ પણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ પર અડગ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના 6 દિવસ બાદ એટલે કે 28 ઓગસ્ટના રોજ 9 મહિના પૂર્ણ થશે. ખેડૂતો હજૂ પણ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ પર અડગ છે. ખેડૂતોનું કહેવું છે કે, જ્યાં સુધી કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તેમને દિલ્હીની સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પરથી ખસશે નહીં.

આ દરમિયાન ગાઝીપુર બોર્ડર પર ઉભેલા ભારતીય કિસાન યુનિયનમાં ભાગલા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત સંઘના બે પક્ષો વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે.

રાકેશ ટિકૈતની નજીકના શમશેર રાણાએ પોતાની યુનિયનના નેતા ધર્મેન્દ્ર મલિક પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

Rakesh Tikait

શું ભારતીય કિસાન યુનિયનમાં વિભાજનથી ખેડૂત આંદોલનને નબળું પડશે?

આ અંગે શમશેર રાણાએ ગાઝિયાબાદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. મળતી વિગતો અનુસાર આ મામલો 14 ઓગસ્ટના રોજનો છે, જ્યારે ખેડૂતોએ તિરંગા યાત્રા કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, શમશેર રાણા અને ધર્મેન્દ્ર મલિક બંને રાકેશ ટિકૈતની નજીક છે અને રાકેશ ટિકૈતની સૌથી નજીક કોણ છે, તે અંગે તેમની વચ્ચે લડાઈ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક બાજુએ બીજી બાજુને કહ્યું છે કે, બે તલવારો એક જ મ્યાનમાં રહી શકતી નથી.

BKUના બે જૂથો વચ્ચેના આ ઝઘડાને સંગઠનમાં વિભાજન તરીકે જોવામાં આવી રહ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે, આ વિભાજનને કારણે ખેડૂત આંદોલનને નબળું કરી શકે છે.

ધર્મેન્દ્ર મલિક વિરુદ્ધ કૌશાંબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

નોંધનીય બાબત છે કે, શમશેર રાણા ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રેસ પ્રભારી છે. તેમણે સંગઠનના ધર્મેન્દ્ર મલિક વિરુદ્ધ ગાઝિયાબાદના કૌશાંબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શમશેર રાણાનું કહેવું છે કે, ધર્મેન્દ્ર મલિકે તેને મારી નાખવાની ધમકી આપી છે. ધર્મેન્દ્ર મલિક તરફ તેમને મારી નાંખવાની ધમકી અને અપશબ્દો મળ્યા હોય તેવી આ ચોથી ઘટના છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કિસાન યુનિયન સંગઠન 5 સપ્ટેમ્બરના રોજ મુઝફ્ફરનગરમાં એક મોટી મહાપંચાયતનું આયોજન કરશે, જેથી તેની ભાવિ રણનીતિ પર વિચાર કરી શકાય. BKIUના પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રવક્તા પણ આ મહાપંચાયતમાં ભાગ લેશે.

English summary
The dispute between the two parties of the farmers' union has escalated to the point where the matter has reached the police. Shamsher Rana, who is close to Rakesh Tikait, has accused his union leader Dharmendra Malik of threatening to kill him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X