For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2019ના એક્ઝીટ પોલ પહેલા જાણો કેટલા પરફેક્ટ હતા 2014ના એક્ઝીટ પોલ

2019ની લોકસભા ચૂંટણીના એક્ઝીટ પોલ જાણતા પહેલા એ જાણવુ જરૂરી છે કે 2014ના એક્ઝીટ પોલના પરિણામ કેવા હતા અને કોનો આંકડો સૌથી પરફેક્ટ નીકળ્યો હતો.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન આજે ખતમ થઈ જશે. સાંજે 6 વાગે મતદાન ખતમ થયા બાદ બધાના મનમાં એક જ સવાલ ઉઠવા લાગશે કે છેવટે 23મેના રોજ કોના હાથમાં સત્તાની ચાવી આવશે. કોણ સરકાર બનાવશે. છેવટે સરકાર કોની બનશે, શું મોદી સરકાર ફરીથી સત્તામાં આવશે કે પછી કોંગ્રેસ એક વાર ફરીથી જબરદસ્ત કમબેક કરશે કે પછી રાજકીય ગણિતથી ત્રીજા મોરચાની સંભાવના બનશે. આ બધા માટે બધાની નજરો એક્ઝીટ પોલ પર રહેશે. આજે સાંજથી ન્યૂઝ ચેનલો પર એક્ઝીટ પોલ આવી જશે અને 23 મેએ કોની સત્તા આવશે તેના સંકેત મળવા શરૂ થઈ જશે.

આ પણ વાંચોઃ Exit polls Live Update: જાણો શુ કહે છે એક્ઝીટ પોલઆ પણ વાંચોઃ Exit polls Live Update: જાણો શુ કહે છે એક્ઝીટ પોલ

2014 એક્ઝીટ પોલની સ્થિતિ

2014 એક્ઝીટ પોલની સ્થિતિ

2019ની લોકસભા ચૂંટણીના એક્ઝીટ પોલ જાણતા પહેલા એ જાણવુ જરૂરી છે કે 2014ના એક્ઝીટ પોલના પરિણામ કેવા હતા અને કોનો આંકડો સૌથી પરફેક્ટ નીકળ્યો હતો. 2014ના એક્ઝીટ પોલ્સની વાત કરીએ તો દરેક સર્વેમાં ભાજપને સૌથી મોટી પાર્ટી તરીકે બતાવવામાં આવી હતી જ્યારે એનડીએને સત્તામાં કમબેકના દાવા કરવામાં આવ્યા હતા. દરેક એક્ઝીટ પોલમાં કોંગ્રેસને નુકશાન સાથે બતાવવામાં આવી હતી જ્યારે સ્થાનિક પક્ષો એઆઈએડીએમકે અને તૃણમૂલ કોંગ્રેસને 20થી વધુ સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો. આવો નજર નાખીએ વર્ષ 2014ના એક્ઝીટ પોલ્સના આંકડાઓ પર...

2014ના ટાઈમ્સ નાઉ-ઓઆરસી એક્ઝીટ પોલ

2014ના ટાઈમ્સ નાઉ-ઓઆરસી એક્ઝીટ પોલ

ટાઈમ્સ નાઉએ વર્ષ 2014ના એક્ઝીટ પોલમાં એનડીએને 257, યુપીએને 135 અને અન્યને 151 સીટ મળવાનો દાવો કર્યો. વળી સીએનએન-આઈબીએન-સીએસડીએસ એ ભાજપને 236 સીટો સાથે એનડીએને બહુમતમાં બતાવ્યા હતા. વળી, આ સર્વેમાં કોંગ્રેસને 77 અને યુપીએને 97 સીટો અને અન્યને 170 સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો. વળી, એબીપી ન્યૂઝ-નીલસને પોતાના એક્ઝીટ પોલમાં એનડીએને 281 અને યુપીએને 97 સીટે મળવાની સંભાવ્યા વ્યક્ત કરી હતી.

એનડીએ સૌથી મોટી પાર્ટી

એનડીએ સૌથી મોટી પાર્ટી

વર્ષ 2014ના એક્ઝીટ પોલમાં ન્યૂઝ-24 ટુડે ચાણક્યના સર્વેએ ભાજપને પૂર્ણ બહુમત આપ્યો હતો, આમાં ભાજપને 291 અને એનડીએ-340 સીટો સાથે પૂર્ણ બહુમતની સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો. ન્યૂઝ 24 ટુડે ચાણક્યનો સર્વો સૌથી પરફેક્ટ સાબિત થયો હતો. વળી, સી વોટર્સ-ઈન્ડિયા ટીવીના સર્વેની વાત કરીએ તો તેણે ભાજપને 249, એનડીએ 289, કોંગ્રેસને 78 અને યુપીએને 101 સીટો આપી હતી.

English summary
what the 2014 exit polls predicted a look at their track record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X