ફેક ન્યૂઝ સામે વૉટ્સએપે લીધુ પગલુ, બદલ્યા મેસેજ ફૉરવર્ડ કરવાના નિયમ
કોરોના વાયરસ મહામારી વચ્ચે ચેટિંગ એપ વૉટ્સએપ પર અત્યારે ઘણી ભ્રામક ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહી છે. હવે વૉટ્સએપે નકલી અને ખોટા સમાચારોના પ્રચાર-પ્રસાર પર રોક લગાવવાના હેતુથી મંગળવારે મેસેજ ફૉરવર્ડ કરવા નિયમોમાં ફેરફાર કરવાનુ એલાન કર્યુ છે. નવા ફેરફાર હેઠળ તમે કોઈ મેસેજને એક વારમાં જ માત્ર એક જ યુઝરને ફૉરવર્ડ કરી શકશો. આ પહેલા કોઈ મેસેજને એખ વારમાં પાંચ લોકોને ફૉરવર્ડ કરવાની સુવિધા હતી. વૉટ્સએપ તરફથી આ પગલુ એવા સમયમાં લેવામાં આવ્યુ છે જ્યારે દુનિયાભરની સરકારે નકલી સમાચારો સામે પડકારોનો સામનો કરી રહી છે.

મેસેજ હવે એક જ વાર થઈ શકશે ફૉરવર્ડ
વાસ્તવમાં કોરોના વાયરસ વિશે સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની નકલી સમાચારો શેર કરવામાં આવી રહ્યા છે કે જે ટ્વિટર, ગૂગલ અને ફેસબુક સહિત ઘણી સાઈટો માટે એક મુસીબત બની રહ્યો છે. આને ધ્યાનમાં રાકીને ફેસબુકની માલિકીવાળી કંપની વૉટ્સએપે મેસેજ ફૉરવર્ડિંગની નવી સીમા નક્કી કરી છે. આનાથી કોઈ મેસેજને એક સમયે માત્ર એક ચેટ પર જ મોકલી શકાશે. વૉટસ્એપ પર ફ્રિક્વન્ટલી ફૉરવર્ડેડ મેસેજ સાથે ઉપરની તરફ ડબલ ટિક દેખાશે.

આ રીતે એક્ટિવ થશે આ ફિચર
જો કે આ ફીચર એક અપડેટ બાદ જ એક્ટિવ થશે. આ પહેલા નકલી સમાચારોને ફેલાતા રોકવા માટે વૉટ્સએપે મેસેજ સાથે એ માહિતી પણ આપવાની શરૂઆત કરી હતી કે આ ફૉરવર્ડ કરવામાં આવ્યુ છે કે નહિ. ફૉરવર્ડ મેસેજની પ્રામાણિકતા તપાસવા માટે સર્ચ વિકલ્પ જ કરવામાં આવ્યો હતો. જેમાં યુઝર વૉટ્સએપ પર આવેલા કોઈ સમાચારને સર્ચ કરીને તપાસ કરી શકે છે કે આ સમાચાર સાચા છે કે ખોટા.
|
નવા ફીચરથી ફેક ન્યૂઝમાં થશે ઘટાડો
વૉટ્સએપનુ કહેવુ છે કે પહેલા ફ્રિકવન્ટલી ફૉરવર્ડેડ મેસેજને માત્ર 5 લોકોને મોકલવી સીમા નક્કી કર્યા બાદ ફૉરવર્ડ મેસેજ શેર થવામાં 25 ટકાનો ઘટાડો આવ્યો છે. આ નવુ ફીચર લાગુ થયા બાદ ફૉરવર્ડ મેસેજ શેરમાં ભારે ઘટાડો જોવા મળશે. તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં વૉટ્સએપના બે અબજથી વધુ એક્ટિવ યુઝર્સ છે. વળી, ભારતમાં 40 કરોડથી વધુ લોકો વૉટ્સએપનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચોઃ લૉકડાઉનથી રોજનુ 4.64 અબજ ડૉલરનુ નુકશાન, 23.4% બેરોજગારી વધશે