For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે વાજપેયી તમિલનાડુની આ મહિલાના પગે લાગ્યા હતા

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે નિધન થઈ ગયુ. અટલ બિહારી વાજપેયી લગભગ બે મહિના સુધી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી હતા. તેમના નિધનના સમાચાર આવતા જ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો.

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે નિધન થઈ ગયુ. અટલ બિહારી વાજપેયી લગભગ બે મહિના સુધી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી હતા. તેમના નિધનના સમાચાર આવતા જ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો. ભાજપ સહિત તમામ પક્ષોના નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. વળી, તેમના નિધનના સમાચારથી તમિલનાડુના ચિન્ના પિલ્લઈ પણ રોઈ પડ્યા અને તેમને વિશ્વાસ નથી આવતો કે તેમને સમ્માનિત કરનારા અટલ બિહારી વાજપેયી હવે નથી રહ્યા.

અટલ બિહારી વાજપેયી ચિન્ના પિલ્લઈના પગે લાગ્યા હતા

અટલ બિહારી વાજપેયી ચિન્ના પિલ્લઈના પગે લાગ્યા હતા

ચિન્ના પિલ્લઈ જ એ મહિલા હતા જેમને સમ્માનિત કરતી વખતે તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તેમના પગે લાગ્યા હતા. માતા જીજીબાઈ સ્ત્રીશક્તિ પુરસ્કાર માટે તમિલનાડુની ચિન્ના પિલ્લઈનું નામ ઘોષિત કરવામાં આવ્યુ અને 4 જાન્યુઆરી, 2001 ના રોજ પુરસ્કાર લેવા માટે દિલ્હી પહોંચ્યા ત્યારે તત્કાલિન પીએમ વાજપેયીના પગે લાગવા માટે ઝૂક્યા ત્યારે અટલ બિહારી વાજપેયીએ તેમને રોક્યા અને પોતે જ તેમના પગે લાગ્યા હતા.

ચિન્ના પિલ્લઈ ભાવુક થઈ ગયા

ચિન્ના પિલ્લઈ ભાવુક થઈ ગયા

અટલ બિહારીના નિધનના સમાચાર પર ચિન્ના પિલ્લઈ ભાવુક થઈ ગયા. તે બોલ્યા, ‘કેટલાક લોકોએ મને જણાવ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીનું નિધન થઈ ગયુ. મને લાગ્યુ જાણે મે મારા પિતાને ખોઈ દીધી કારણકે તે એ જ વ્યક્તિ હતા જેમના કારણે હું દુનિયા જોઈ શકી.' જ્યારથી અટલ બિહારી એઈમ્સમાં ભરતી થયા હતા તે સમયથી ચિન્ના પિલ્લઈ તેમના આરોગ્ય માટે રોજ પ્રાર્થના કરતી હતી. તેમણે કહ્યુ કે જો તેમની તબિયત સારી હોત તો તે પૂર્વ પ્રધાનમંત્રીને શ્રધ્ધાંજલિ આપવા માટે દિલ્હી જતા.

અટલ બિહારી વાજપેયીના હાથે સમ્માનિત થવાની ખુશી

અટલ બિહારી વાજપેયીના હાથે સમ્માનિત થવાની ખુશી

અટલ બિહારી વાજપેયી દ્વારા સમ્માનિત થવા અને તેમના પગે લાગવાની વાત યાદ કરતા ચિન્ના પિલ્લઈ કહે છે, ‘પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે પહેલી વાર મદુરાઈથી બહાર જઈ રહી હતી, દિલ્હી સુધીના મારી ફ્લાઈટનો પ્રવાસ કોઈ રોમાંચથી કમ નહોતો. જ્યારે તેઓ મારા પગે લાગ્યા તે ક્ષણની તુલના કોઈનાથી થઈ શકે નહિ. પુરસ્કાર માટે જ્યારે તેમણે મારુ નામ દીધુ ત્યારે હું થોડી હડબડી ગઈ હતી વિશ્વાસ નહોતો થતો.'

ચિન્ના પિલ્લઈ માટે તે યાદગાર ક્ષણ હતા

ચિન્ના પિલ્લઈ માટે તે યાદગાર ક્ષણ હતા

તેઓ કહે છે કે, ‘પાસે ઉભેલા એક વ્યક્તિએ જણાવ્યુ કે અટલ બિહારી વાજપેયીએ મારા પગે એટલા માટે લાગ્યા કારણકે તેમને તેઓ એક મહિલાના રૂપમાં નહોતો જોતા પરંતુ જે કાર્ય કર્યુ છે તે અસાધારણ છે અને એટલા માટે તે મારુ સમ્માન કરે છે.' તે કહે છે કે ‘આ સમ્માન તેમના માટે પહેલો પુરસ્તાર હતો અને તે પણ એક મહાન વ્યક્તિના હાથે. ત્યારબાદ તમિલનાડુના તત્કાલિન સીએમ કરુણાનિધિએ પણ ચિન્ના પિલ્લઈને સમ્માનિત કરાયા હતા.'

આ પણ વાંચોઃ વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન, આ રાજ્યોમાં શાળા-કોલેજો બંધઆ પણ વાંચોઃ વાજપેયીના નિધનથી શોકમાં હિંદુસ્તાન, આ રાજ્યોમાં શાળા-કોલેજો બંધ

English summary
When atal bihari vajpayee touched Tamil Nadu woman’s feet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X