For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજના જ દિવસે ભારતનો અભિન્ન ભાગ બન્યું હતું જમ્મુ-કાશ્મીર, જાણો એ દિવસે શું થયું હતું

આજના જ દિવસે ભારતનો અભિન્ન ભાગ બન્યું હતું જમ્મુ-કાશ્મીર, જાણો એ દિવસે શું થયું હતું

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ આજે 26 ઓક્ટોબર છે અને તમને આ તારીખ અન્ય તારીખો જેવી જ સામાન્ય લાગતી હશે પણ આજે ભારત માટે એક ખાસ ઘટના બની હતી. 26 ઓક્ટોબર 1947ના રોજ જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ અને દેશનો એક અભિન્ન અંગ બન્યું હતું. આજના જ દિવસે જમ્મુ-કાશ્મીરનો ભારતમાં વિલય થયો અને આ દેશનો એક સંપ્રભુ ભાગ બન્યો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગલાના બે મહિના બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર હુમલો બોલી દીધો હતો. તે સમયે રાજ્ય પર મહારાજા હરિ સિંહનું શાસન હતું. ઈતિહાસમાં આ યુદ્ધને ભારત-પાકિસ્તાનના પહેલાં યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે.

jammu and kashmir

73 વર્ષ પહેલાં શું થયું હતું

આજના જ દિવસે જમ્મુ કાશ્મીરનો ભારતમાં વિલય એવા સમયે થયો જ્યારે પાકિસ્તાન તરફથી જમ્મુ અને કાશ્મીરમાં ઘુસણખોરોને મોકલવામાં આવ્યા હતા. 26 ઓક્ટોબરે તત્કાલિન મહારાજા હરિ સિંહે સ્થિતિને જોતાં રાજ્યનો ભારતમાં વિલય કરવા માટે કાનૂની દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. આ દસ્તાવેજ જેને (ઈન્સ્ટ્રૂમેન્ટ ઑફ એક્સેશન) કહેવામાં આવે છે. તેમણે આ દસ્તાવેજને ભારતીય સ્વતંત્રતા કાનૂન 1947 અંતર્ગત સાઈન કર્યા હતા. જેને સાઈન કરતાની સાથે જ મહારાજા હરિ સિંહ જમ્મુ કાશ્મીરને ભારતના પ્રભુત્વવાળા રાજ્ય માનવા પર સહમત થઈ ગયા હતા. આ વિલયની સાથે જ ઈન્ડિયન આર્મીએ જમ્મુ કાશ્મીરમાં મોર્ચો સંભાળી લીધો હતો. મહારાજા હરિ સિંહ 25 ઓક્ટોબરની રાતે બે વાગ્યે શ્રીનગરથી જમ્મુ માટે રવાના થયા હતા. 26 ઓક્ટોબરે એક કેબિનેટ મીટિંગ થઈ. તે મીટિંગમાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂએ કહ્યું કે કાશ્મીરના વિલયને લોકોનું સમર્થન પણ મળવું જોઈએ.

રાત્રે 2 વાગ્યે શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા

27 ઓક્ટોબરે મહારાજા હરિ સિંહને એક ચિઠ્ઠી મોકલવામાં આવી. આ ચિઠ્ઠીમાં તે સમયના ગવર્નર- જનરલ લૉર્ડ માઉંટબેટને જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલયનો સ્વીકાર કરી લીધો હતો. માઉંટબેટને લખ્યું હતું કે તેમની સરકાર ઈચ્છે છે કે રાજ્યથી ઘુસણખોરોને જેવા જ હટાવવામાં આવે આ વિલયનો જનતાના મતથી માન્યતા મળે. ત્યારે એક જનમત સંગ્રહ પર રાજીનામા થયાં જેમાં કાશ્મીરના ભવિષ્યનો ફેસલો થવાનો હતો. આજે આ જનમત સંગ્રહે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ પેદા કરી દીધો છે. ભારત આજે પણ કહે છે કે વિલય વિના કોઈપણ શરત વિના થયો હતો અને અંતિમ હતો. જ્યારે પાકિસ્તાને વિલયનો દગા કરાર ગણાવ્યો. પાકિસ્તાને 26 ઓક્ટોબરે હુમલાની તૈયારીની શરૂઆત ઓગસ્ટમાં થયેલ ભાગલા બાદથી જ કરી દીધી હતી. 21-22 ઓક્ટોબરની રાત તેણે 'ઓપરેશન ગુલમર્ગ' લૉન્ચ કરી દીધું હતું. એ લડાઈમાં કેટલોક ભાગ પાકિસ્તાનમા ચાલ્યો ગયો હતો. પાકિસ્તાને વિશાળ સંખ્યામાં ઘુસણખોરોની ઘાટીમાં એન્ટ્રી કરાવી હતી.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના દાવા પર યૂપી પોલીસનો જવાબ, કાફલા પર ગોળીબાર નથી થયોભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના દાવા પર યૂપી પોલીસનો જવાબ, કાફલા પર ગોળીબાર નથી થયો

English summary
when jammu and kashmir became part of india, story of jammu kashmir accession day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X