ભાજપને દર વખતે મુસીબતોથી બચાવે છે રાહુલ ગાંધી, પોતાના નિવેદનોને લીધે રહે છે ચર્ચામાં

જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર સંકટ આવે છે ત્યારે વિરોધી કોંગ્રેસ પક્ષમાં હોવા છતાં રાહુલ ગાંધીએ ભાજપને આગળ વધારીને મદદ કરી છે.

જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર સંકટ આવે છે ત્યારે વિરોધી કોંગ્રેસ પક્ષમાં હોવા છતાં રાહુલ ગાંધીએ ભાજપને આગળ વધારીને મદદ કરી છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ એ વાત સાચી છે કે જ્યારે પણ ભાજપ મુશ્કેલીમાં પડી છે ત્યારે રાહુલ ગાંધીએ બચાવ્યા છે. ચાલો જાણીએ ક્યારે અને કેવી રીતે?

તમે જાણતા જ હશો કે છેલ્લા બે દિવસથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને હેડલાઇન્સમાં છે. તમામ વખતની જેમ આ વખતે પણ તે કોઈ રાજકીય સિદ્ધિ માટેના હેડલાઇન્સમાં નથી પરંતુ ફરી એક વખત તેમના વિવાદિત નિવેદનના કારણે છે. સંસદના શિયાળુ સત્રથી રાજકીય કોરિડોરમાં ખળભળાટ મચી ગયો છે.

રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો મોકો

રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો મોકો

ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદીના દેશવ્યાપી મહત્વાકાંક્ષી મેક ઈન્ડિયા પ્રોજેક્ટને રેપ ઇન ઇ્ડિયામાં પરિવર્તિત કરી દીધો છે. હૈદરાબાદનાી ડોક્ટર ગેંગરેપ અને હત્યા બાદ દેશમાં તાજેતરમાં વધી રહેલા બળાત્કાર બાદ હત્યાની નોંધ લેતાં રાહુલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.

મેક ઇન ન્ડિયા નહી રેપ ઇન ઇન્ડિયા

મેક ઇન ન્ડિયા નહી રેપ ઇન ઇન્ડિયા

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આવી ઘટનાઓ વૈશ્વિક સ્તરે ભારતની છબીને દૂષિત કરવાનું કામ કરી રહી છે. મહિલાઓ વિરૂદ્ધ વધતા જતા ગુનાઓનું ધ્યાન લેતા રાહુલે આ વાત કહી હતી, પરંતુ રાહુલ ગાંધીએ જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે શાસક ભાજપને રાહુલ ગાંધીની ટીકા અને હુમલો કરવાની બીજી તક આપી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં દેશભરમાં બળાત્કારની ઘટનાઓ પર ભાજપની મુશ્કેલી જોવા મળી હતી, પરંતુ રાહુલ ગાંધીના આ નિવેદને ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાની તક આપી હતી.

રાહુલે માફી માંગવાનો કર્યો ઇનકાર

રાહુલે માફી માંગવાનો કર્યો ઇનકાર

રાહુલના 'રેપ ઇન ઇન્ડિયા'ના નિવેદન અને પીએમ મોદી પરના આરોપો પછી ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ નેતા ખૂબ સ્પષ્ટ રીતે કહે છે કે ભારતીય મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવે છે. ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાની સહિત અન્ય ભાજપના નેતાઓ સતત માંગ કરી રહ્યા છે કે રાહુલ ગાંધી તેમના નિવેદન માટે માફી માંગે. પરંતુ રાહુલ ગાંધીએ માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

ભાજપે રાહુલના નિવેદનને બનાવ્યો મુદ્દો

ભાજપે રાહુલના નિવેદનને બનાવ્યો મુદ્દો

તેમના નિવેદનના સમર્થનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદીની 2014 ની સામાન્ય ચૂંટણી દરમિયાન એક ભાષણ ટાંક્યું છે જેમાં મોદીએ દિલ્હીને બળાત્કારની રાજધાની ગણાવી હતી. ભાજપની ટીકા અંગે રાહુલે કહ્યું છે કે ધ્યાન હટાવવા માટે ભાજપના લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. વડા પ્રધાને મેક ઈન ઈન્ડિયા વિશે વાત કરી હતી, તેથી મેં રેપ ઈન ઈન્ડિયા કહ્યું છે.

રાહુલ ગાંધીએ તે વીડિયોને પણ ટ્વીટ કર્યો જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીને ભારતની બળાત્કારની રાજધાની ગણાવી હતી. પોતાની સ્પષ્ટતામાં રાહુલ ગાંધીએ નાગરિકતા સુધારણા બિલને ટાંકીને કહ્યું છે કે, 'નોર્થ ઈસ્ટ સળગાવી દેવામાં આવ્યુ છે. આ હાલાકી, બેરોજગારી અને મંદીથી ધ્યાન ભટકાવવા માટે, અમારા નિવેદનોને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ હું તેમની પાસે ક્યારેય માફી માંગીશ નહીં.

આ નિવેદન પર પણ રાહુલનો થયો વિરોધ

આ નિવેદન પર પણ રાહુલનો થયો વિરોધ

આ સમગ્ર મામલે જે બન્યું તે રાહુલ ગાંધીની સાથે હંમેશની જેમ છે. જો આપણે રાહુલ ગાંધીની રાજકીય કારકીર્દિની વાત કરીએ, તો લાગે છે કે તેમની રાજકીય સ્થિતિ શાપિત છે. જ્યારે પણ તે કંઈક સારું કરવા જાય છે પરંતુ તેનું ભાગ્ય એવું છે કે તેણે લેવાના દેવા પડી જાય છે અને બધું ઉંધુચત્તુ થઈ જાય છે. જેથી તેમના નિવેદનો દ્વારા કોંગ્રેસને ડૂબતી નૈયાને કાબુ કરવામાં મદદ કરવાને બદલે, તેને પાછળ ધકેલીને પાછળથી ડૂબી જવાનું કાર્ય કર્યું. રાહુલના નિવેદનના અગાઉના નિવેદનો પર વિચાર કરો, જેના દ્વારા તેમણે ભાજપને મદદ કરી અને પોતાના અને કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધારી હતી

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર રાહુલના નિવેદને પણ ભાજપને મદદ કરી

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર રાહુલના નિવેદને પણ ભાજપને મદદ કરી

નવેમ્બર મહિનાની શરૂઆતમાં, ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞાને આતંકવાદી ગણાવીને રાહુલ ગાંધીએ આખી કોંગ્રેસ પાર્ટીને ફક્ત પોતાના માટે જ નહીં, પણ સમગ્ર કોંગ્રેસ પક્ષ માટે મોટી મુશ્કેલીમાં મૂકી દીધી હતી. આપને જણાવી દઈએ કે સંસદ સત્ર દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ખૂની નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. સાધ્વીએ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપની આકરી ટીકા થઈ હતી અને ભાજપની મુશ્કેલી વધી ગઈ હતી. પછી પણ મામલો એટલી હદે વધી ગયો હતો કે સાંસદ પ્રજ્ઞા ઠાકુરને તેમના નિવેદન પર માફી માંગવી પડી હતી.

રાફેલ અંગેના નિવેદન પર પણ રાહુલ ટ્રોલ

રાફેલ અંગેના નિવેદન પર પણ રાહુલ ટ્રોલ

જો તમને યાદ હોય તો, 2019 ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં, રાહુલ ગાંધીએ જુદા જુદા મંચ પરથી રાફેલ પર મોદી સરકારને ઘેરી લેવાનું કામ કર્યું હતું. ત્યારે માત્ર ભાજપ જ નહીં સુપ્રીમ કોર્ટે પણ તેમને ઠપકો આપ્યો હતો. આટલું જ નહીં, ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદીનું નામ લીધા વિના રફાલ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે દેશનો ચોકીદાર ચોર છે. સામાન્ય ચૂંટણીમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના આ નિવેદનને ભારે છૂટછાટ મળી હતી. સોશિયલ મીડિયા પર , હા હું ચોકીદાર છુંની એક લહેર આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X