31 જાન્યુઆરી સુધીમાં સિલેક્ટ કરી લો તમારા ટીવી ચેનલ્સ, નહિતર આપમેળે શરૂ થઈ જશે બેઝિક પેક
નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીથી તમારા ટીવી ચેનલ્સના બિલમાં ઘણો બદલાવ આવશે. 1 ફેબ્રુઆરીથી માત્ર ટીવી અને ડીટીએચ ગ્રાહકો માટે TRAIનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. 1 ફેબ્રુઆરીથી ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણનો નિયમ લાગુ થયા બાદ તમાી ટીવીના બિલમાં ઘણો બદલાવ આશે. એવામાં ટ્રાઈએ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ 31 જાન્યુઆરી સુધીમાં પોતાના ટીવી ચેનલ્સ, કોમ્બો પેક અથવા અલગ-અલગ ચેનલ્સ સિલેક્ટ કરી લો.

ટીવી ચેનલ્સ સિલેક્ટ કર્યાં?
જો 31 જાન્યુઆરી સુધી તમારા ચેનલ્સ સિલેક્ટ ન કર્યાં તો કેબલ ઓપરેટર્સ અથવા ડીટીએસ કંપની તમારા કનેક્શન પર બેઝિક પેક એક્ટિવ કરી દેશે. આ બેઝિક પેક 130 રૂપિયાનો હશે, જેમાં જીએસટી જોડાયા બાદ તમારે પ્રતિ માસ 153 રૂપિયા ચૂકવવા પડશે. આ બેઝિક પેકમાં તમને 100 ચેનલ્સ જોવા મળશે. જો ટીવી ચેનલ્સ અથવા પેક સિલેક્ટ કરવામાં તમને મુશ્કેલી થતી હોય તો અમે અહીં તમારી મદદ કરીશું.

અલગ-અલગ અથવા કોમ્બો પેક પસંદ કરી શકો
TRAIના આદેશ મુજબ તમે અલગ-અલગ અથવા પછી કોમ્બોમાં ટીવી પ્લાન પસંદ કરી શકો છો. આના માટે દરેક ડીટીએચ કંપનીઓએ પોતાની વેબસાઈટ પર પ્રાઈસ લિસ્ટ નાખી છે, જ્યાં જઈ તમે આસાનીથી તમારી પસંદ મુજબના ટીવી ચેનલ પસંદ કરી શકો છે. આ ઉપરાંત ટ્રાઈની વેબસાઈટ પર પણ ચેનલ્સની કિંમતની યાદી જોઈ શકો છો અને પછી તમારા માટે શ્રેષ્ઠ પેક અને મનપસંદ ચેનલ પસંદ કરી શકો છો.

આટલું જાણી લો
આ ઉપરાંત ડીટીએચ કંપનીઓએ પણ ઑફર બહાર પાડી છે. જેમ કે ટાટા સ્કાઈએ બેઝિક પેક 99 રૂપિયાથી શરૂ કર્યો છે, જેમાં 261 એચડી ચેનલ અને અન્ય ફ્રી ટૂ એર ચેનલ સામેલ છે. જ્યારે ડિશ ટીવીએ બેઝિક 85 રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો છે, જેમાં 170 ચેનલ છે. બેઝિક પ્લ 130 રૂપિયાવાળો પેક અને જીએસટી મેળવીને કુલ 239 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. આ ઉપરાંત એરટેલ ડીટીએચે 93 રૂપિયાનો બેઝિક પેક રજૂ કર્યો છે, જેમાં ટેક્સની સાથે 247 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જ્યારે વીડિયોકોન ડીટીએચે બેઝિક પેક 190 રૂપિયા રજૂ કર્યો છે, જેમાં યૂઝર 122 ચેનલ મળી રહ્યાં છે. આના માટે તમારે 343 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો-ભાજપને મોટો ઝાટકો, 1500 કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામુ આપ્યું