Delhi Election Exit Poll 2025 : દિલ્હીમાં કઈ પાર્ટીને કેટલી સીટો? જાણો દેશના બે જાણીતા સટ્ટા બજારના આંકડા
Delhi Assembly Election Exit Poll 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન પુરણ થઈ ગયુ છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટો પર મતદાન પૂર્ણ થયું છે.
મતદાન પુરૂ થયા બાદ તમામ એજન્સીઓના એક્ઝિટ પોલના પરિણામ સામે આવી રહ્યાં છે. આઓ પોલમાં ચોંકાવનારા પરિણામો જોવા મળી રહ્યા છે.

આ ચૂંટણીમાં મુખ્યત્વે આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય લડાઇ છે. હવે એક્ઝિટ પોલ અને સટ્ટા બજારના આંકડાઓ લોકોને ચૌકાવી રહ્યાં છે.
દિલ્હીના સટ્ટા બજારના આંકડા અનુસાર, AAPને 38 થી 40 સીટો મળી શકે છે. જ્યારે BJPને 30 થી 32 સીટો મળી શકે છે. કોંગ્રેસનું ખાતું નથી ખુલી રહ્યું.
ગુજરાતના સટ્ટા બજારે AAPને 34 થી 36 સીટો અને BJPને 34 થી 36 સીટો મળી રહી છે. ગુજરાત સટ્ટા બજાર અનુસાર, AAP અને BJP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
દિલ્હીમાં કડક સુરક્ષા વચ્ચે બુધવારે તમામ 70 સીટો પર મતદાન પૂર્ણ થયું છે. અહીં 13,766 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. આ વિધાનસભા ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારોએ ભાગ લીધો. ચૂંટણીના અંતિમ પરિણામો મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થશે. 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
