For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે શપથ લેનારા નવા 3 મહિલા જજ?

સુપ્રીમ કોર્ટ માટે આજનો દિવસ ઐતિહાસિક રહેશે. પ્રથમ વખત 3 મહિલા જજ સહિત કુલ 9 જજોએ એક સાથે શપથ લીધા. આજ પહેલા ક્યારેય સુપ્રીમ કોર્ટમાં નવ જજોએ એક સાથે શપથ લીધા નહોતા.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટ માટે આજનો દિવસ ઐતિહાસિક રહેશે. પ્રથમ વખત 3 મહિલા જજ સહિત કુલ 9 જજોએ એક સાથે શપથ લીધા. આજ પહેલા ક્યારેય સુપ્રીમ કોર્ટમાં નવ જજોએ એક સાથે શપથ લીધા નહોતા. આ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં 4 મહિલા જજ છે. આજે શપથ ગ્રહણ કરનાર ત્રણ મહિલા ન્યાયાધીશોમાં જસ્ટિસ હિમા કોહલી, બી વી નાગરત્ના અને બેલા એમ ત્રિવેદીનો સમાવેશ થાય છે. કુલ 33 જજોમાં 4 મહિલા ન્યાયાધીશોનો સમાવેશ પોતે જ ઐતિહાસિક છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધી 11 મહિલા ન્યાયાધીશો (નવી નિમણૂકો સહિત) રહી છે.

જસ્ટિસ હિમા કોહલી

જસ્ટિસ હિમા કોહલી

જસ્ટિસ હિમા કોહલીને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી પ્રમોશન મળ્યુ છે.આ પહેલા તે 2006 માં દિલ્હી હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. એક વર્ષ પછી તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં તેમને તેલંગાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હા. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ 2 સપ્ટેમ્બર, 2024 સુધીનો રહેશે.

જસ્ટિસ બીવી નાગરત્ના

જસ્ટિસ બીવી નાગરત્ના

જસ્ટિસ બીવી નાગરત્નાએ મંગળવારે શપથ લેતાની સાથે જ કર્ણાટક હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનતા જ ઇતિહાસ સર્જ્યો હતો. જસ્ટિસ બી વી નાગરત્ના 2027 માં વરિષ્ઠતાના ક્રમમાં દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે. આ સાથે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળશે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 36 દિવસનો રહેશે. જસ્ટિસ નાગરત્નાના પિતા ઈ એસ વેંકટરમૈયા પણ 1989 માં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. આ સાથે પ્રથમ વખત એવું બન્યુ છે કે પિતા અને પુત્રી બન્ને સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. જસ્ટિસ નાગરત્નાએ 1987 માં કર્ણાટક હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ પછી તે 2008 માં હાઈકોર્ટમાં જસ્ટિસ બન્યા. હવે તેમને 2021 માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

જસ્ટિસ બેલા એમ ત્રિવેદી

જસ્ટિસ બેલા એમ ત્રિવેદી

જસ્ટિસ બેલા એમ ત્રિવેદી ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા જજ છે, જેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બેલા એમ ત્રિવેદી 17 ફેબ્રુઆરી, 2011 ના રોજ હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. જૂન 2011 માં તેમની રાજસ્થાન હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે બદલી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2016 માં, તેમને ગુજરાત હાઇકોર્ટમાં પાછા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 2003 થી 2006 સુધી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં કાયદા સચિવ તરીકે સેવા આપી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ 10 જૂન 2025 સુધીનો રહેશે.

English summary
Who are the 3 new women judges sworn in as Justices of the Supreme Court?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X