For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે AAP નેતા ગુરમીત સિંહ ખુદિયાં, જેમમે 5 વખત સીએમ રહેનાર પ્રકાશ સિંહ બાદલને હરાવ્યા

કોણ છે AAP નેતા ગુરમીત સિંહ ખુદિયાં, જેમમે 5 વખત સીએમ રહેનાર પ્રકાશ સિંહ બાદલને હરાવ્યા

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળ્યું છે. ચૂંટણી પંચ મુજબ પંજાબની કુલ 117 સીટમાંથી 92 સીટ પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ 18 સીટ પર જીતી, શિરોમણિ અકાલી દળ 3 સીટ અને ભાજપને 1 સીટથી સંતોષ માનવો પડ્યો છે. AAPની લહેરમાં પંજાબના લગભગ બધા જ દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયા છે. જેમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદનો ચહેરો ચરણજીત સિંહ ચન્નીથી લઈ કેપ્ટન અમરિંદર સિંહ સહિતના તમામ નેતાઓ સામેલ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગરમીત સિંહ ખુદિયાંએ પંજાબમાં લંબી વિધાનસભા સીટથી શિરોમણિ અકાલી દલના સંરક્ષક પ્રકાશ સિંહ બાદલને હરાવ્યા છે. જે બાદ સોશિયલ મીડિયા પર ગુરમીત સિંહ ખુદિયાં વિશે ખુબ ચર્ચાઓ થ રહી છે. પ્રકાશ સિંહ બાદલ પુંજાબના 5 વખત સીએમ રહી ચૂક્યા છે.

ગુરમીત સિંહે પ્રકાશ સિંહ બાદલને જબરા માર્જીનથી હરાવ્યા

ગુરમીત સિંહે પ્રકાશ સિંહ બાદલને જબરા માર્જીનથી હરાવ્યા

ચૂંટણી પંચ મુજબ આમ આદમી પાર્ટીના નેતા ગુરમીત સિંહ ખુદિયાંએ 11,396 મતના અંતરથી પ્રાશ સિંહ બાદલને હરાવ્યા છે. ગુરમીત સિંહ ખુદિયાંને કુલ 66313 વોટ મળ્યા છે, જ્યારે પ્રકાશ સિંહ બાદલને 54,917 વોટ મળ્યા છે. પ્રકાશ સિંહ બાદલ 1970થી 1971, 1977થી 1980, 1997થી 2022 અને 2007થી 2017 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્ય છે.

કોણ છે ગુરમીત સિંહ ખુદિયાં?

કોણ છે ગુરમીત સિંહ ખુદિયાં?

પૂર્વ સાંસદ જગદેવ સિંહ ખુદિયાંના દીકરા ગુરમીત સિંહ ખુદિયાં પહેલા કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા. જો કે ખુદિયાં કોંગ્રેસથી અલગ થઈ ગયા અને પાછલા વર્ષે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં ઉપેક્ષિત મહેસૂસ કરી રહ્યા હતા.

વ્યવસાયે ખેડૂત છે ગુરમીત સિંહ ખુદિયાં

વ્યવસાયે ખેડૂત છે ગુરમીત સિંહ ખુદિયાં

ચૂંટણી પંચમાં દાખલ એફિડેવીટ મુજબ ગુરમીત સિંહ ખુદિયાં વ્યવસાયે ખેડૂત છે. ગુરમીત સિંહ ખુદિયાં પાંચ વર્ષ સુધી જિલ્લા કોંગ્રેસ કમિટી મુક્તસરના અધ્યક્ષ હતા. 2004માં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ગુરમીત સિંહનો પરિવાર પંજાબના માળવા ક્ષેત્રમાં ઘણો પ્રતિષ્ઠિત ચે. તેમના પિતા જગદેવ સિંહ ખુદિયાં ફરીદકોટથી સાંસદ હતા. ગયા વર્ષે ગુરમીત સિંહ કોંગ્રેસ છોડી આપમાં જોડાયા હતા.

ચૂંટણી જીત્યા બાદ શું બોલ્યા ગુરમીત સિંહ ખુદિયાં

ચૂંટણી જીત્યા બાદ શું બોલ્યા ગુરમીત સિંહ ખુદિયાં

લંબી સીટથી પ્રકાશ સિંહ બાદલને હરાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુરમીત સિંહ ખુદિયાએ કહ્યું કે પહેલા દિવસથી જ લોકોએ તેમની સાથે ચાલીને તેમનું સમર્થન કર્યું છે. ગુરમીત સિંહ ખુદિયાંએ જીત બાદ કહ્યું, "આ લોકોની જીત છે. યુવા નવો ઈંકલાબ લઈને આવ્યો છે. પહેલા દિવસથી જ લોકો મારી સાથે ચાલી રહ્યા હતા અને મારો સાથ આપવા લાગ્યા હતા."

English summary
Who is AAP leader Gurmeet Singh Khudiyan who defeated 5 time CM Prakash Singh Badal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X