રખડતા કુતરા કરડવાથી મોત થાય તો કોણ જવાબદાર? જાણો શું કહે છે કાયદા?

ગુજરાતની જાણીતી કંપની વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈના મોત બાદ રખડતા કુતરાને લઈને ફરીથી ચર્ચા શરૂ થઈ છે. કુતરાઓને કારણે ઈજાગ્રસ્ત થયા બાદ તેમનું મોત થયુ હતુ.

આ પહેલીવાર નથી, આ પહેલા પણ રખડતા કૂતરાઓ બાળકો અને વૃદ્ધોના મોત થયા છે. હાલના વર્ષોમાં, પાલતુ પ્રાણીઓના માણસો પર હુમલો કરવાની આવી ઘણી ઘટનાઓ સામે આવી છે.

dog bite

એક અહેવાલ અનુસાર, દેશમાં 1 કરોડથી વધુ પાલતુ કૂતરાઓ અને રખડતા કૂતરાઓની વસ્તી લગભગ 3.5 કરોડ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, 2019માં દેશમાં કૂતરા કરડવાના 4,146 કેસ નોંધાયા હતા, જેના પરિણામે માનવ મૃત્યુ થયા હતા.

એક ડેટા અનુસાર, 2019 થી દેશમાં કૂતરા કરડવાના 1.5 કરોડથી વધુ કેસ જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 27.52 લાખ કેસ નોંધાયા છે. આ પછી તમિલનાડુમાં 20.7 લાખ અને મહારાષ્ટ્ર 15.75 લાખ કેસ નોંધાયા છે.

રખડતા કૂતરા પાગલ, ઇજાગ્રસ્ત, ભૂખ્યા કે તેના ગલુડિયાઓને સાચવવા માટે હુમલા કરતા હોય છે. ઉશ્કેરણી કરવાના કિસ્સામાં પણ કૂતરાઓ હુમલો કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં રખડતા કૂતરાઓની હાજરી હડકવા તરફ દોરી શકે છે.

રખડતા કૂતરાઓના હુમલા એ સરકાર અને પશુ કલ્યાણ સંસ્થાઓની બેદરકારી સહિત અનેક પરિબળોનું પરિણામ છે. સરકાર રખડતા કૂતરાઓની વસ્તીને અંકુશમાં લેવા માટે અસરકારક પગલાં અમલમાં લાવવામાં નિષ્ફળ રહી છે.

પશુ કલ્યાણ સંસ્થાઓ અને નાગરિક સમાજના જૂથોનું વલણ ઉદાસીન અને ઉપેક્ષિત રહ્યું છે. મુઠ્ઠીભર વ્યક્તિઓ રખડતા પ્રાણીઓની સંભાળ રાખે છે, તેઓ ઘણીવાર અવિશ્વસનીય ઉપહાસ અને પ્રતિકારનો સામનો કરે છે.

કાયદા અનુસાર, કૂતરાઓને હટાવવા ગેરકાયદેસર છે અને કૂતરાઓને ભગાડી શકાતા નથી. તેથી એકવાર કૂતરા આવી જાય પછી તેને દત્તક લેવામાં ન આવે ત્યાં સુધી તેને ત્યાં રહેવાનો અધિકાર છે.

ભારતમાં 2001થી કૂતરાને મારવા પર પણ પ્રતિબંધ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે 2008 માં મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને સ્થગિત કર્યો હતો, જેમાં નગરપાલિકાઓને ઉપદ્રવી કૂતરાઓને મારવાની મંજૂરી આપી હતી.

ભારતીય બંધારણની કલમ 51A(G) અનુસાર, ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તે વન્યજીવનનું રક્ષણ કરે અને તમામ જીવો પ્રત્યે કરુણા રાખે. રખડતા કૂતરાઓને ખવડાવવું કોઈપણ સમાજ અંદર અને બહાર કાયદેસર છે.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે દિલ્હી હાઈકોર્ટના અગાઉના આદેશને સમર્થન આપ્યું હતું, જેણે રહેવાસીઓને તેમના રહેણાંક વિસ્તારોમાં રખડતા કૂતરાઓને ખવડાવવાની મંજૂરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X