For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભેંસનો અસલી માલિક કોણ છે? પોલીસે આપ્યો DNA ટેસ્ટ કરવાનો આદેશ

ઉત્તર પ્રદેશના શામલીમાં પોલીસ સમક્ષ એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ ભેંસના બચ્ચાની ચોરીનો આરોપ લગાવ્યો છે. જોકે જેના પર આ આરોપ લગાવવામાં આવ્યો છે તે વ્યક્તિ આરોપો નકારી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના શામલીમાં પોલીસ સમક્ષ એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ ભેંસના બચ્ચાની ચોરીનો આરોપ લગાવ્યો છે. જોકે જેના પર આ આરોપ લગાવવામાં આવ્યો છે તે વ્યક્તિ આરોપો નકારી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસ હવે ભેંસના અસલી માલિકને શોધવા માટે તેનો DNA ટેસ્ટ કરાવવા જઈ રહી છે.

2020માં વાછરડાની ચોરી થઈ હતી

2020માં વાછરડાની ચોરી થઈ હતી

ચંદ્રપાલ કશ્યપ મજૂરી કામ કરે છે. પોલીસમાં ફરિયાદ નોંધાવતી વખતે, તેણે જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટ, 2020 ના રોજ, તેમનીગૌશાળામાંથી 3 વર્ષનું પાડુ ચોરાઈ ગયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, શોધખોળ કરવા પર નવેમ્બર 2020માં સહારનપુરમાં પાડુ મળી આવ્યું હતું. આવા સમયે, સહારનપુરમાં વાછરડાના માલિક સતબીર સિંહનો દાવો છે કે, આ પાડુ તેમનું છે.

એસપીએ કર્યો હતો આદેશ

એસપીએ કર્યો હતો આદેશ

આવા સમયે કોરોના મહામારીને કારણે, આ કેસની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ હતી. હવે શામલીના SP સુકૃતિ માધવે વાસ્તવિક માલિકનેશોધવા માટે ચંદ્રપાલની ભેંસ અને પાડાનો DNA ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. માધવ કહે છે કે, વાસ્તવિક માલિકને શોધવો ખરેખરએક પડકાર હતો, કારણ કે કશ્યપે દાવો કર્યો હતો કે પાડાની માતા તેની સાથે છે, તેથી અમે DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે.

પ્રાણીઓની હોય છે આ ઓળખ

પ્રાણીઓની હોય છે આ ઓળખ

આવા સમયે જ્યારે કશ્યપને પૂછવામાં આવ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે પાડુ તમારું છે. આ અંગે તેમણે કહ્યું કે, મનુષ્યની જેમ જપ્રાણીઓની ઓળખ માટે પણ અલગ-અલગ વિશેષતાઓ હોય છે. સૌથી પહેલા તેના ડાબા પગ પર એક નિશાન છે. તેની પૂંછડીના છેડેસફેદ પેચ પણ હોય છે અને ત્રીજી વાત, જ્યારે હું પાડાની નજીક પહોંચ્યો ત્યારે તેણે મને ઓળખી લીધો અને મારા સુધી પહોંચવાનો પ્રયાસકર્યો હતો, કારણ કે પ્રાણીઓની યાદશક્તિ ઘણી નબળી હોય છે.

English summary
Who is the real owner of the buffalo? Police ordered for DNA test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X