For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં યેદિયુરપ્પાનો વિકલ્પ કોણ? ભાજપ માટે માથાનો દુખાવો

26 જુલાઈ પછી કર્ણાટક સરકારના નેતૃત્વમાં એક મોટો ફેરબદલ જોવા મળી શકે છે. આશંકા છે કે ભાજપ હાઈકમાન્ડ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને હટાવી મુખ્યમંત્રી પદ પર નવોનવો ચહેરો મુકી શકે છે.

|
Google Oneindia Gujarati News

26 જુલાઈ પછી કર્ણાટક સરકારના નેતૃત્વમાં એક મોટો ફેરબદલ જોવા મળી શકે છે. આશંકા છે કે ભાજપ હાઈકમાન્ડ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને હટાવી મુખ્યમંત્રી પદ પર નવોનવો ચહેરો મુકી શકે છે, તેના માટે આઠ મોટા નામો પર ચર્ચા પણ ચાલી રહી છે. બીએસ યેદિયુરપ્પાએ પોતાના અગાઉના નિવેદનમાં મુખ્યમંત્રી પદ છોડવાનો સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ પાર્ટી હાઈકમાન્ડની સૂચનાનું પાલન કરશે.

Yeddyurappa

ભાજપ માટે સૌથી મુશ્કેલ કાર્ય કર્ણાટક માટે એક એવા નેતા શોધવાનું છે જે યેદીયુરપ્પા જેવા જ લોકપ્રિય હોય. યેદિયુરપ્પા ચૌથી વખતમુખ્યમંત્રી પદે 26 જુલાઈએ બે વર્ષ પૂર્ણ કરશે. ચર્ચા છે છે કે, તે જ દિવસે તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવી શકે છે. પક્ષના સૂત્રોએ કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ 2023 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડઝનેક નામોને શોર્ટલિસ્ટ કર્યા છે.

કર્ણાટક ભાજપ માટે એક મહત્વપૂર્ણ રાજ્ય છે કારણ કે તે દક્ષિણમાં ભાજપનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે 8 નામોની પસંદગી કરી છે, એવા સંકેત પણ મળી રહ્યા છે કે રાજ્યમાં ફક્ત લિંગાયત નેતા જ યેદિયુરપ્પાના વારસાને આગળ ધપાવશે. ધારવાડ પશ્ચિમ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડ, વિજયપુરાના ધારાસભ્ય બસનગૌડા પાટિલ યતનાલ, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર પ્રધાન મુર્ગેશ આર નિરાણી અને પંચમસાલી લિંગાયત સમુદાયના બાસવરાજ બોમ્મઈના નામની ચર્ચા ચાલી રહી છે.

English summary
Who is Yeddyurappa's alternative in Karnataka ?, a headache for BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X