WHOએ માસ્ક પહેરવા માટે જારી કર્યા દિશા-નિર્દેશ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) એ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાની યોગ્ય રીત વિશે દિશા-નિર્દેશ જારી કર્યા છે.
વિશ્વ આરોગ્ય સંગઠન(WHO) એ કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાની યોગ્ય રીત વિશે દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ અપડેટ કરાયેલ દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યુ છે કે માસ્ક કોણે પહેરવુ જોઈએ અને ક્યારે પહેરવુ જોઈએ. આમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે માસ્ક પહેરતી વખતે શું કરવુ અને શું નહિ. સાથે જ સંગઠને એ વિશે પણ સમજાવ્યુ છે કે મેડિકલ અને નૉન મેડીકલ માસ્કને કેવી રીતે પહેરવા જોઈએ અને આ દરમિયાન કયા પ્રકારની સાવચેતીઓ રાખવી જોઈએ.

નૉન મેડિકલ કપડાના માસ્ક કેવી રીતે પહેરવા?
દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યુ છે કે એક નૉન-મેડિકલ કપડાનુ માસ્ક પહેરતી વખતે શું કરવુ જોઈએ અને શું નહિ.
શું કરવુ જોઈએ -
- માસ્ક અડતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો.
- માસ્કને વ્યવસ્થિત જોઈ લો કે તે ક્યાંયથી ગંદુ કે ખરાબ તો નથી થઈ ગયુ.
- સાઈડમાં કોઈ રાખ્યા વિના માસ્ક પહેરો.
- માસ્કને એ રીતે પહેરો કે નાક, મોઢુ અને ચિન ઢંકાયેલી રહે.
- માસ્કને વારંવાર અડવુ નહિ.
- માસ્ક ઉતારતા પહેલા હાથને સાફ કરી લો.
- માસ્કને વચ્ચેથી અડીને ન કાઢશો, તેની સ્ટ્રીપ્સને પકડીને ઉતારો.
- માસ્ક જો ગંદુ, ભીનુ અને સાફ હોય અને તમે તેને ફરીથી પહેરવાના હોય તો તેને એક સાફ બેગમાં મૂકી દો.
- બેગમાં માસ્ક કાઢતી વખતે ધ્યાનમાં રાખો કે તેને સ્ટ્રીપ્સથી પકડીને જ કાઢો.
- દિવસમાં કમસે કમ એક વાર માસ્કને ગરમ પાણીથી કે ડિટર્જન્ટ પાવડર કે સાબુથી સાફ કરો.
- માસ્ક ઉતાર્યા બાદ પણ હાથને સાફ કરો.

શું ન કરવુ -
- માસ્ક જ્યારે ખરાબ થઈ જાય તો તેને ન પહેરવુ.
- ઢીલા માસ્ક ન પહેરવા.
- નાકની નીચે રાખીને માસ્ક ન પહેરવુ, આખો ચહેરો ઢંકાય તેવી રીતે માસ્ક પહેરો.
- જ્યાં લોકો એક મીટરના અંતરે ઉભા હોય, ત્યાં માસ્ક કાઢશો નહિ.
- એવુ માસ્ક ન પહેરો જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે.
- ગંદુ અને ભીનુ માસ્ક ન પહેરો.
- બીજાની સાથે પોતાનુ માસ્ક શેર ન કરો.

મેડિકલ માસ્ક પહેરતી વખતે શું સાવચેતી રાખવી-
- ફાટેલુ અને ભીનુ માસ્ક ના પહેરો.
- એવુ માસ્ક ન પહેરો જે માત્ર મોઢાને અને નાકને ઢાંકતુ હોય.
- ઢીલુ માસ્ક ન પહેરો.
- માસ્કને વચ્ચેથી અડશો નહિ.
- કોઈની સાથે વાત કરતી વખતે અથવા કંઈ કામ કરતી વખતે જ્યારે ચહેરો છૂપાવવો પડે ત્યારે માસ્ક ન ઉતારો.
- એવી જગ્યાએ પોતાનુ ઉપયોગમાં લીધેલુ માસ્ક ન રાખો જે બીજાની પહોંચમાં હોય.
- એક જ માસ્કને વારંવાર ઉપયોગમાં ન લો.

દિશા-નિર્દેશોમાં નવુ શું છે?
- એ વિસ્તાર જ્યાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યાં હોસ્પિટલ વગેરેમાં કામ કરતા લોકો અને અન્ય લોકોએ પણ માસ્ક પહેરવુ જોઈએ.
- જે ડૉક્ટર એ દર્દીઓો ઈલાજ કરી રહ્યા હોય, જેમને કોવિડ-19 નથી, તો પણ તેમણે માસ્ક પહેરવુ જોઈએ.
- એ વિસ્તારોમાં જ્યાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયુ છે ત્યાં 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો અને બિમાર લોકોને મેડિકલ માસ્ક જરૂર પહેરવુ જોઈએ.
- માસ્ક ત્યારે પણ જરૂરથી પહેરો જ્યારે સામાજિક અંતર સંભવ ન હોય.
- ડબ્લ્યુએચઓએ કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા ક્ષેત્રોમાં સામાન્ય જનતા દ્વારા માસ્કના ઉપયોગ વિશે પણ દિશા-નિર્દેશોને અપડેટ કર્યા છે.
- આમાં લખ્યુ છે કે સરકારે સામાન્ય જનતાને એ સ્થળોએ માસ્ક પહેરવા માટે પ્રેરિત કરવી જોઈએ જ્યાં વાયરસ ઝડપથી ફેલાય છે અને સામાજિક અંતર જાળવવુ મુશ્કેલ હોય(જેવા કે સાર્વજનિક પરિવહન, દુકાનોકે ભીડવાળા વિસ્તારોમાં).
- ફેબ્રિકવાળા માસ્ક પણ ત્રણ લેયરના હોવા જોઈએ, તે પણ અલગ અલગ મટીરિયલથી બનેલા.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
