For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના પ્રયાસોની WHOએ કરી પ્રશંસાઃ પહેલા પણ ભારત કરી ચૂક્યુ છે દુનિયાનુ નેતૃત્વ

દેશના 548 જિલ્લા લૉકડાઉન છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે.

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા હાલમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહી છે. આ વાયરસના કારણે હજારો લોકોના જીવ જઈ ચૂક્યા છે જ્યારે લાખો લોકો આનાથી સંક્રમિત છે. તમામ દેશ આ વાયરસ સામે લડવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે અને પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે જેથી તે પોતાના દેશવાસીઓને બચાવી શકે. કોરોના વાયરસના ખતરાથી લોકોને બચાવવા માટે ભારત સતત કડક પગલાં લઈ રહ્યુ છે. ભારતમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે એટલે કે હવે દેશના 548 જિલ્લા લૉકડાઉન છે. આ દરમિયાન આરોગ્ય સંગઠને ભારતના પ્રયાસોની પ્રશંસા કરી છે.

કડક પગલાં લેવામાં આવે

કડક પગલાં લેવામાં આવે

ડબ્લ્યુએચઓના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડૉક્ટર માઈકલ જે રેયાને કહ્યુ કે ભારત ચીનની જેમ વધુ વસ્તીવાળો દેશ છે. કોવિડ-19નુ ભવિષ્ય એ વાત પર નિર્ભર કરશે કે વધુ વસ્તીવાળા દેશોમાં શું થયુ. આ ખૂબ જ જરૂરી છે કે ભારત સતત આરોગ્ય સ્તરે મોટા પગલા લેવાનુ ચાલુ રાખે. રેયાને કહ્યુ કે ભારતે દુનિયાનુ એ વખતે નેતૃત્વ કર્યુ હતુ જ્યારે સ્મૉલ પૉક્સ અને પોલિયોએ દુનિયાને પોતાની ચપેટમાં લઈ લીધુ, ભારતે બંને બિમારીઓને સંપૂર્ણપણે ખતમ કરી. જ્યારે સમાજની વાત આવે છે તો તેની સામે લડવા માટે દુનિયાના બધા દેશોની અંદર જબરદસ્ત ક્ષમતા છે.

સતત વધી રહ્યા છે સંક્રમણના કેસ

સતત વધી રહ્યા છે સંક્રમણના કેસ

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લાઓમાં સોમવારની સાંજે સંપૂર્ણપણે લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી. માત્ર સોમવારે જ 95 નવા કોરોના પૉઝિટીવ કેસોની પુષ્ટિ થઈ જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. સોમવારની રાત સુધી આ વાયરસના કુલ 471 લોકો પૉઝિટીવ જોવા મળ્યા. વળી દિલ્લી, પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢ, પુડુચેરીમાં 31 માર્ચ સુધી કર્ફ્યુ લાગુ થઈ ગયો છે.

તમામ શહેરોમાં લૉકડાઉન

તમામ શહેરોમાં લૉકડાઉન

વાયરસના ફેલાવમાં ગતિને જોતા રાજ્ય સરકારોએ વધુ કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ ચંદીગઢ, દિલ્લી, ગોવા, રાજસ્થાન, ગોવા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, લદ્દાખ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ત્રિપુરા, તેલંગાના, છત્તીસગઢા, પંજાબ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મેઘાલય, તમિલનાડુ, કેરળ, હરિયાણા, દમણ દીવ અને દાદર નગર હવેલી, પુડુચેરી, અંદમાન નિકોબાર, ગુજરાત, કર્ણાટક અને અસમને મળીને દેશભરના 30 રાજ્યોના 577 જિલ્લા લૉકડાઉન થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ કોરોનાઃ દેશના 30 રાજ્યોમાં લૉકડાઉન, સંક્રમિતોનો આંકડો 471 પહોંચ્યોઆ પણ વાંચોઃ કોરોનાઃ દેશના 30 રાજ્યોમાં લૉકડાઉન, સંક્રમિતોનો આંકડો 471 પહોંચ્યો

English summary
WHO louds efforts of India to fight with coronavirus says they they lead the whole world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X